ધોનીના ગ્લવ્સ પરનો 'લોગો' પેરા સ્પેશિયલ ફોર્સિસનો નથી, વિવાદમાં સેના નહીં કરે હસ્તક્ષેપ

ICC અને BCCI વચ્ચે ભારતીય ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના હેન્ડ ગ્લવ્સને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સેનાનું વલણ એકદમ સ્પષ્ટ છે. ધોનીના હેન્ડ ગ્લવ્સ પર પેરાશૂટ રેજીમેન્ટના જે લોકોને લગાવવામાં આવ્યો છે, તે અંગે સેનાનું કહેવું છે કે તે પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે આ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. કારણ કે આ બેજ ભારતીય સેનાની પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. ભલે આ લોકો તેના જેવો લાગતો હોય. 

ધોનીના ગ્લવ્સ પરનો 'લોગો' પેરા સ્પેશિયલ ફોર્સિસનો નથી, વિવાદમાં સેના નહીં કરે હસ્તક્ષેપ

નવી દિલ્હી: ICC અને BCCI વચ્ચે ભારતીય ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના હેન્ડ ગ્લવ્સને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સેનાનું વલણ એકદમ સ્પષ્ટ છે. ધોનીના હેન્ડ ગ્લવ્સ પર પેરાશૂટ રેજીમેન્ટના જે લોકોને લગાવવામાં આવ્યો છે, તે અંગે સેનાનું કહેવું છે કે તે પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે આ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. કારણ કે આ બેજ ભારતીય સેનાની પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. ભલે આ લોકો તેના જેવો લાગતો હોય. 

ભારતીય સેનાનો કોઈ પણ બેજ, ફ્લેગ કે નિશાન એક ખાસ પેટર્ન, ખાસ પ્રકારના રંગ અને ખાસ પ્રકારના આકારનો હોય છે. ત્યારે જ તેને અધિકૃત રીતે માન્યતા અપાય છે. પેરાશૂટ રેજીમેન્ટની કુલ 9 બટાલિયન સ્પેશિયલ ફોર્સિસ છે અને 5 એરબોર્ન કમાન્ડો બટાલિયન. સ્પેશિયલ ફોર્સિસની બટાલિયનના નામની આગળ SF લખાય છે. જે રીતે 9 PARA(SF). માત્ર આ 9 બટાલિયનોના સૈનિયક જ આ બેજને પહેરે છે. તેમાં બે પાંખની વચ્ચે ઊંધો કમાન્ડો ડૈગર બનેલો છે અને નીચે હિન્દીમાં બલિદાન લખેલુ હોય છે. આ બેજને રંગ લાલ રંગના બેકગ્રાઉન્ડમાં બનાવવામાં આવે છે અને તેની શર્ટની જમણી બાજુ નેમ પ્લેટની નીચે પહેરવાનો હોય છે. 

જુઓ LIVE TV

સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ધોનીએ જે બેજ પહેર્યો છે તેનો રંગ કે આકાર પેરા રેજીમેન્ટની સ્પેશિયલ ફોર્સિસ એટલે કે PARA SF માં કરાય છે તેવો નથી. ધોનીના ગ્લોવ્ઝમાં માત્ર પાંખ અને ડૈગર બનેલા છે, તેની નીચે બલિદાન લખ્યું નથી. તે લાલ રંગના બેકગ્રાઉન્ડ ઉપર પણ નથી બન્યો. આથી તેને PARA SF નો માની શકાય નહી. 

ખુબ જ મુશ્કેલ છે આ બેજ મેળવવો
ભારતીય સેનામાં PARA SFનો બલિદાન બેજ પહેરવો ખુબ જ ગર્વની વાત ગણાય છે. કારણ કે આકરી મહેનત બાદ તે મળતો હોય છે. આ બેજ ફક્ત એવા સૈનિકોને જ મળે છે જેમણે કોઈ PARA SF બટાલિયનમાં પોતાનો પ્રોબેશન પીરિયડ પૂરો કર્યો હોય. તેનો અર્થ એ છે કે તેમણે બટાલિયનમાં 3થી 6 મહિના સુધીનો સમય એક્ટિવ ડ્યૂટી પૂરી કરી હોય. આ સમય કોઈ પણ સૈનિક માટે સૌથી આકરી મહેનત અને પરીક્ષાનો હોય છે. આ દરમિયાન સૈનિકે સહનશક્તિની હદ સુધી શારીરિક અને માનસિક દબાણ વચ્ચેથી પસાર થવાનું હોય છે. જેમાં 72 કલાક સુધી ઊંઘ્યા વગર સૈનિક કાર્યવાહીઓમાં ભાગ લેવો, ખાધા પીધા વગર ખુબ શારીરિક મહેનત કરવી, હાથ પગ બાંધીને પાણીમાં તરવા જેવી આકરી પરીક્ષાઓ હોય છે. પરંતુ સૌથી મુશ્કેલ પરીક્ષા એ છે કે જેમાં સૈનિકે 25 કિલો વજન અને સમગ્ર સૈનિક સામગ્રી સાથે 100 કિમી સુધી દોડવાનું હોય છે. 

આ તમામ કામગીરીમાં તેમનું મનોબળ અજમાવવા માટે તેમને હતોત્સાહિત કરવામાં આવે છે. આ પરીક્ષામાં પાસ થયા બાદ જ કોઈ સૈનિક PARA SFનો ટ્રુપર બને છે. PARA SF એ 1966માં ઔપચારિક રીતે એક રેજીમેન્ટ બન્યા બાદથી સતત એવા ઓપરેશન કર્યાં કે જે કરવા અંગે બીજા વિચારી પણ ન શકે. પહેલા 2015 મ્યાંમાર અને ્યારબાદ 2016માં પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને PARA SF  દેશવાસીઓના દિલ દિમાગ પર છવાઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news