બુલડોઝર ચલાવવા અંગે 2 અઠવાડીયા બાદ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, જાણો 10 મોટી વાતો

આ કેસ પર સુનાવણી દરમિયાન ઉલેમા-એ-હિંદના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કેસ માત્ર જહાંગીપુરી સુધી સીમિત નથી, સામાજિક ન્યાયની પણ વાત છે.

બુલડોઝર ચલાવવા અંગે 2 અઠવાડીયા બાદ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, જાણો 10 મોટી વાતો

Supreme Court Jahangirpuri Demolition:  જહાંગીરપુરી વિસ્તારમાં એમસીડીના ડબાણ હટાવો ઝુંબેશ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે એમસીડીની કાર્યવાહી પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે પુરા દેશમાં આ પ્રકારે રોક લગાવવાનો આદેશ ના આપી શકાય. સુપ્રીમ કોર્ટે તમામ પીટીશન પર નોટીસ પાઠવી છે. 

જમીયત ઉલેમા-એ-હિન્દની દલીલ
આ કેસ પર સુનાવણી દરમિયાન ઉલેમા-એ-હિંદના વકીલ દુષ્યંત દવેએ કહ્યું કેસ માત્ર જહાંગીપુરી સુધી સીમિત નથી, સામાજિક ન્યાયની પણ વાત છે.

સુનાવણીની મહત્વની વાતો
1. બે અઠવાડીયા બાદ થશે સુનાવણી
જહાંગરીપુરી હિંસા બાદ ત્યાં એમસીડીએ બુલડોઝર ચલાવવાની શરૂઆત કરી હતી. જે મામલે હવે સુપ્રીમ કોર્ટમાં 2 અઠવાડીયા બાદ વધુ સુનાવણી થશે. કોર્ટે આદેશ કર્યો છે કે, આગામી આદેશ સુધી આ પરિસ્થિતિ કાયમ રહેશે.

2. બુલડોઝર પર રોક યથાવત્ રહેશે
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, દિલ્લીમાં હાલમાં બુલડોઝરની કામગીરી રોકાયેલી જ રહેશે.

3. 'ખરગોનમાં 88 હિન્દુઓના ઘર તોડાયા'
સુનાવણી દરમિયાન એસજીએ કોર્ટમાં કહ્યું કે, ખરગોનમાં થયેલી હિંસામાં 88 હિન્દુઓના ઘર તોડવામાં આવ્યા હતા.

4. બુલડોઝર એક્શન પર રોક માંગુ છુંઃ સિબ્બલ
સિબ્બલે કહ્યું કે દેશભરમાં બુલડોઝર એક્શન પર રોક લગાવવામાં આવે. જેના પર કોર્ટે કહ્યું કે, પુરા દેશમાં દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવવાનો આદેશ આપી શકાય તેમ નથી. સિબ્બલે કહ્યું કોર્ટ એ પણ જોઈ કે આ કામગીરી કોઈ ખાસ વિસ્તારમાં તો નથી થતી. કોર્ટે કહ્યું, આ અંગે અમે વિચાર કરીશું.

5. કોર્ટની રોક બાદ પણ ચાલ્યુ બુલડોઝર
સુનાવણી દરમિયાન બ્રિંદા કરાટના વકીલ પી સુરેન્દ્રનાથે કહ્યું કે તે સ્થળ પર હાજર હતા. કોર્ટના આદેશ બાદ પણ ઘણાસમય સુધી બુલડોઝર ચાલતું રહ્યું. મતલબ કે, આદેશ બાદ પણ કાર્રવાઈ ન રોકવાની ઘટનાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી છે. 

6. સામાજિક પરિસ્થિતિ બગડી રહી છેઃ પીટીશનર
દબાણ હટાવવાની ઝુંબેશ પર આજે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં અરજદારે કહ્યું કે દેશના સામાજિક વાતાવરણને હાની પહોંચાડવામાં આવી રહી છે. જો આવું ચાલતું રહેશે તો કાયદાનું શાસન ટકી શકશે નહીં. દિલ્લીમાં આવી 731 કોલોની છે, તો શા માટે માત્ર એકને જ નિશાન બનાવવામાં આવી રહી છે.

7. દબાણ દૂર કરવાની પ્રક્રિયા રૂટીનઃ તુષાર મહેતા
આજની સુનાવણીમાં એસજી તુષાર મહેતાએ એમ પણ કહ્યું કે, દિલ્લીમાં કરાયેલી કાર્યવાહી અતિક્રમણને દૂર કરવાની નિયમિત પ્રક્રિયા છે. જેનો હેતુ કોઈ વ્યક્તિ કે સમુદાયને નિશાન બનાવવાનો નથી.

8. નોટિસ વગર બુલડોઝર ચલાવ્યુંઃ જમિયત
જમીયતના વકીલે કહ્યું કે જહાંગીરપુરીમાં કોઈપણ સૂચના વિના બુલડોઝર ચલાવવામાં આવ્યું, જે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.

9. જહાંગીરપુરીમાં જાન્યુઆરીથી કાર્રવાઈ ચાલી રહી છેઃ એસજી
એસજીએ એવું પણ કહ્યું કે જાન્યુઆરીથી આ કામગીરી ચાલી રહી છે.

10. બુલડોઝરની કાર્યવાહી પર રોક માત્ર દિલ્લીમાં છે
તમને જણાવી દઈએ કે સુનાવણી પર સ્ટેનો આજનો આદેશ માત્ર દિલ્લી માટે છે. એટલે કે, જો આવી કાર્યવાહી દેશના અન્ય કોઈ ભાગમાં થાય છે, તો તે કિસ્સામાં આ નિર્ણયને ઉદાહરણ તરીકે ગણવામાં આવશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news