ભાજપમાં ભડકો, ડેમેજ કન્ટ્રોલ માટે પક્ષે ગૃહરાજ્ય મંત્રીને મેદાનમાં ઉતાર્યા

Gujarat Elections 2022 : ભાજપના બળવાખોર નેતાઓ અંગે હર્ષ સંઘવીએ કહ્યું, ફોર્મ ભરતી વખતે એવી રેલી કાઢજો કે વિરોધીઓ સ્થળ છોડીને જતા રહે.... 15 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધી પક્ષ વિરોધીઓનો શોધીને હિસાબ કરીશું...

ભાજપમાં ભડકો, ડેમેજ કન્ટ્રોલ માટે પક્ષે ગૃહરાજ્ય મંત્રીને મેદાનમાં ઉતાર્યા

રવિ અગ્રવાલ/વડોદરા :ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ ગુજરાતમાં અનેક બેઠો પર ભાજપના પ્રદેશ મોવડીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા અને નાંદોદમાં ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલી ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. તો ક્યાંક જેની ટિકિટ કપાઈ છે તેઓ નારાજ છે. એવામાં ભાજપે ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. આ ડેમેજ કંટ્રોલ માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જવાબદારી સોંપાઈ છે. હર્ષ સંઘવીએ વડોદરા અને નાંદોદની મુલાકાત લીધી હતી. જેમાં નારાજ ધારાસભ્યોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. તેમજ સંઘવીએ વિરોધીઓ અને પાર્ટીના બાગીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

હર્ષ સંઘવીની બેઠકમાં બે નારાજ ધારાસભ્યો ગેરહાજર 
આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાઘોડિયા અને કરજણમાં બેઠક કરી હતી. જેમાં નારાજ ધારાસભ્યો મધુ શ્રીવાસ્તવ અને સતીષ નિશાળિયાની ગેરહાજરી જોવા મળી. વડોદરા બાદ હર્ષ સંઘવી નર્મદાના રાજપીપળા ગયા. જ્યાં તેમણે નાંદોદના કાર્યકરોની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો. આ સાથે જ વડોદરામાં સંબોધન સમયે સંઘવીએ નારાજ નેતાઓને આડકતરી રીતે સંદેશ પણ આપ્યો.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બળવાખોર નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, ફોર્મ ભરતાની સાથે જ વિરોધીઓ કરજણ છોડીને જતા રહે તેવી રેલી કાઢજો. ભાજપ આપણી માં છે, ભાજપે આપણને સૌને ઓળખ આપી છે તે ભુલતા નહિ. 15 થી 8 તારીખ સુધી વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી શોધીને તેમનો હિસાબ કરવાનું ચૂકતા નથી. ભાજપ અને ગુજરાતની જનતા ન હોય તો મારી અને તમારી કોઇ ઓળખ નથી. 

સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરજણમાં આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, ઈમાનદારી અને ગરીબો ની વાતો કરનારા લોકો કરોડો રૂપિયાનાં હવાલા કૌભાંડ કરી રહ્યા છે, દિલ્હી અને પંજાબથી હવાલા મારફતે ગુજરાતમાં રૂપિયા મોકલે છે. આમ આદમી પાર્ટી હવાલાથી રૂપિયા મોકલીને ગુજરાતનો માહોલ બગાડવાની કોશિશ કરી રહી છે, આ બાબતથી ચેતજો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news