Gujarat Election 2022: સંબિત પાત્રાના કોંગ્રેસ પર આકરા પ્રહારો, કહ્યું; 'કોંગ્રેસના નેતાઓ જ રાહુલ ગાંધીને સાંભળવા તૈયાર નથી'
Gujarat Election 2022: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, હું ઓડીસાનો છું. પરંતુ મને જગન્નાથની ભૂમિ પર આવવાનો મોકો મળ્યો છે. ભારત બહાર જાવ ત્યારે લોકો કહે છે, ભારત ખૂબ આગળ વધી ગયું છે.
Trending Photos
Gujarat Election 2022, ચેતન પટેલ/સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારકો સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબીત પાત્રા આજે સુરતમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સેન્ટરનું ઉદ્ધાટન કર્યું. મંત્રોચ્ચાર સાથે ઉદ્ધાટન કરાયું હતું. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. સંબિત પાત્રાએ જણાવ્યું કે કોંગ્રેસના નેતાઓ જ રાહુલ ગાંધીને સાંભળવા તૈયાર નથી, એટલે જ ભરતસિંહે અધવચ્ચે ટ્રાન્સલેશન કરવાનું બંધ કર્યુ.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, હું ઓડીસાનો છું. પરંતુ મને જગન્નાથની ભૂમિ પર આવવાનો મોકો મળ્યો છે. ભારત બહાર જાવ ત્યારે લોકો કહે છે, ભારત ખૂબ આગળ વધી ગયું છે. ગુજરાતી લોકોનો આભાર.. જેમને નરેન્દ્ર મોદીને નેતા અને સીએમ સુધી પહોંચાડ્યા. વિકાસની વાતોને લઈ આગળ વધ્યા છે. હર ઘર નળ યોજનાથી દરેક ઘરોમાં પાણી પહોચાડ્યું છે. કોરોના મહામારી દરમિયાન મફત અનાજ પહોંચાડવામાં આવ્યું છે. 36 મહિના અંતર્ગત ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો.
સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, કાલે રાહુલ ગાંધી અહીં આવ્યા હતા. મેં વીડિયો જોયો. રાહુલ ગાંધીને તેમના કાર્યકર્તા પણ સાંભળવા તૈયાર ન હતા. ભરતસિંહ વચ્ચેથી છોડીને ચાલ્યા ગયા હતા. હાલ રાજ્યમાં જ નહીં સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીને કોઈ સાંભળવા તૈયાર કે સ્વીકારવા તૈયાર નથી. પ્રયોજનરૂપે કલાકારો આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી રોકેટમાં ફ્યુલ નથી, ત્યાં સુધી રોકેટ લોન્ચ થઈ શકે નથી. તેમણે આદિવાસીઓમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો. 6 વર્ષનો હતો ત્યારે પુસ્તક પર આદિવાસીઓનો ફોટો જોઈ આદિવાસી શું છે તે જાણ્યું છે.
સંબિત પાત્રાએ વધુમાં કહ્યું, નરેન્દ્ર મોદીએ ખુદ ચા વેચી અને ગરીબી સહન કરી લોકોને સમજ્યા. આદિવાસી આ દેશના માલિક છે, સોનિયા ગાંધી નથી. રાહુલ ગાંધી કહેતા હતા કે આદિવાસી બાળકો ડોકટર બને. ઉદિત રાજજીએ જે રીતે નિવેદન આપ્યું છે એ દુર્ભાગ્ય પૂર્ણ હતું. ખેડૂત પાસે પૈસા પહોંચ્યા નથી, રાજીવ ગાંધી કહેતા હતા કે 100 પૈસામાંથી માત્ર 15 પૈસા જ ખેડૂત પાસે પહોંચતા હતા. આજે 100 પૈસા ખેડૂત પાસે પહોંચે છે.
સંબિત પાત્રાએ જણાવ્યું કે, ઓકાદને લઈ હાલ વાતાવરણ ગરમાયું છે. એમની શુ ઔકાદ બતાવવાના છો? કેટલી ગાળો આપશો. સોનિયા ગાંધીએ પણ ગાળો આપી છે. ગુજરાતની અસ્મિતાને ગાળ આપી છે. ગધેડાને જોઈ ગુજરાતને યાદ કરતા હતા. મેઘા પાટકરને રેલીમાં પ્રોજેટ કરી રહ્યા હતા. સરદાર સરોવર ડેમમાં અવરોધ પૂર્ણ હતા. પ્રત્યેક ગુજરાતીઓને મોદી સાહેબની સાથે ઉભા રહેવા જણાવ્યું હતું.
સંબિત પાત્રાએ મોરબી ઘટના વિશે જણાવ્યું હતું કે, કોઈને છોડવામાં નહિ આવે. તેમણે ચૂંટણીમાં પ્રચડ બહુમત સાથે ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ઉદ્યોગપતિઓને ગાળો આપે છે. સ્ટાર્ટઅપ કરનાર આ લોકો બદમાશ છે? ઓડીસાથી રોજગારી માટે લોકો અહીં આવે છે. ગુજરાતમાં 4 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે