મહેસાણાના સાંસદ દ્વારા શરણાર્થીઓનું સ્વાગત, કહ્યું મોદી સરકારને તમારી ચિંતા

આજે નાગરિકતા સંશોધન અધિનિયમને લઈને આજે સમગ્ર ભારતમાં ઘમાશાન રોડથી લઈને સંસદ સુધી થવા ગયું છે, ત્યારે નાગરિકતા સંશોધનના આ નવીન કાયદા કોઈપણ નાગરિકના અધિકાર પર તરાપ મારવા માટે નહીં પરંતુ 370 ની ભૂલ સમાન વિદેશમાં વસતા અને ભારતમાં બીજા અન્ય પરિવાર સાથે રહેતા શરણાર્થીઓને સન્માન આપવા માટેનો આ કાયદો છે જે વાતને લઈને મુસ્લિમની બહુમતી ધરાવતા રાષ્ટ્રના ત્રાહિત આપણા જ નાગરિક ભાઈ-બહેનોને ભારતની નાગરિકતા આપીને સન્માન આપવા માટેનો પ્રયાસ છે. જેની ખુશી આ નવીન કાયદાના લાભ લેનારા શરણાર્થીઓ પાસે આજે મહેસાણામાં જોવા મળી છે. જેમાં મહેસાણાના સાંસદે આજે આવા લાભાર્થીઓની વાત સાંભળીને તેમને શાલ ઓઢાડી ને સન્માન આપ્યા હતા.

મહેસાણાના સાંસદ દ્વારા શરણાર્થીઓનું સ્વાગત, કહ્યું મોદી સરકારને તમારી ચિંતા

તેજસ દવે/ મહેસાણા : આજે નાગરિકતા સંશોધન અધિનિયમને લઈને આજે સમગ્ર ભારતમાં ઘમાશાન રોડથી લઈને સંસદ સુધી થવા ગયું છે, ત્યારે નાગરિકતા સંશોધનના આ નવીન કાયદા કોઈપણ નાગરિકના અધિકાર પર તરાપ મારવા માટે નહીં પરંતુ 370 ની ભૂલ સમાન વિદેશમાં વસતા અને ભારતમાં બીજા અન્ય પરિવાર સાથે રહેતા શરણાર્થીઓને સન્માન આપવા માટેનો આ કાયદો છે જે વાતને લઈને મુસ્લિમની બહુમતી ધરાવતા રાષ્ટ્રના ત્રાહિત આપણા જ નાગરિક ભાઈ-બહેનોને ભારતની નાગરિકતા આપીને સન્માન આપવા માટેનો પ્રયાસ છે. જેની ખુશી આ નવીન કાયદાના લાભ લેનારા શરણાર્થીઓ પાસે આજે મહેસાણામાં જોવા મળી છે. જેમાં મહેસાણાના સાંસદે આજે આવા લાભાર્થીઓની વાત સાંભળીને તેમને શાલ ઓઢાડી ને સન્માન આપ્યા હતા.

મહેસાણા જિલ્લાના શરણાર્થીઓમાં આજે ખુશી છે. તેમના સન્માન ભાજપના સંસદ દ્વારા આજે કરવામાં આવ્યા છે. શરણાર્થીઓ આજે ભારતમાતા કી જયના નારા લગાવી રહ્યા છે. એક અહેવાલ મુજબ 150થી અધિક શરણાર્થીઓ આજે મહેસાણાના જુદા જુદા વિસ્તારમાં રહે છે. પોતાના પરિવારનું ગુજરાન છૂટક મજૂરી કરીને કરે છે, પણ તેમને સરકારી એક પણ સવલત આજે મળી નથી. જેનો અફસોસ છે અને મુસ્લિમ દેશો તેમના રોજ બરોજના જીવનમાં જીવવા દેતા ન હોવાનો ઘટસ્પોટ શરણાર્થીઓએ આજે વ્યક્ત કર્યો હતો. આજે મહેસાણાના સંસદે જાતે આવા તમામ મિત્રો ને જુદા જુદા સ્થળ પર જઈને મુલાકાત કરી હતી. તેમને સાલ સાથે સન્માન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હોય સ્થિતિ આજે મહેસાણામાં જોવા મળી હતી. જ્યારે આજે સન્માન મળતા શરણાર્થીઓ જાણે ગદગદીત થયા હોય તેમ જણાવીને નરેન્દ્ર મોદીના વતનથી મોદી સરકાર અને ગુહ મંત્રી નો આભાર અહીં વ્યક્ત કર્યો હતો.

Biodata તૈયાર રાખજો, ગુજરાતમાં આવી રહી છે નવી સરકારી નોકરીઓ, જાણવા કરો ક્લિક 
નાગરિકતા સંશોધન અધિનિયમને સમર્થન સાથે વિરોધ આજે ઠેર ઠેર થઇ રહ્યો છે. ભાજપ અને હિન્દૂ સંગઠન તેમાં સારું પાસુ જોઈ રહ્યો છે. આજે રાજ્યના મુખ્ય મંત્રીથી માંડીને મહેસાણાના સંસદ દ્વારા હાલમાં આવા શરણાર્થીઓ માટે કામ કરવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની વિચારસરણી સાથે જોડાયેલા લોકો આજે આનો વિરોધ કરી રહ્યા છે. દેશની એકતા અને અખંડિતતા હવે ખુબ વધશે તેવા એધાણ સાથે ભાજપ આજે આગળ આવી છે. જેને પગલે મોદીના માદરે વતન મહેસાણામાં આવા શરણાર્થીઓને સન્માન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારે શરણાર્થીઓને સ્વમાનભેર જીવવાનો અવસર આપીને તેમનું સન્માન કર્યું છે, ત્યારે આવનારા સમયમાં આવા સમગ્ર ગુજરાતના શરણાર્થીઓ ભારતમાં રહેવાનો રસ્તો મોકળો બનતા તેમની ખુશી માં આજે વધારો થયો છે.

હાલ માં આ કાયદા સામે વિરોધ થકી અરાજકતા ખાસ જોવાઈ છે અને દેશની સંપત્તિને મહદ અંશે ભારે નુકસાન પણ પોહ્ચ્યું છે જ્યારે એક સર્વે અંતર્ગત આઝાદી વખતે પાકિસ્તાનમાં હિન્દુઓની વસતી 22 ટકા હતી તે હવે ઘટીને માત્ર 3 ટકા થઈ ગઈ છે. તેની સામે ભારતમાં મુસ્લિમોની સંખ્યા 9 ટકાથી વધીને 14 ટકા થઈ છે જે જોતા ભારત દેશ ની શક્તિ માં આ 3 % નો વધારો આવનારા સમય માં થશે તો ભારત સર્વભૌમત્વ ના સન્માન સાથે ભારત ના વસુદેવ કુટુંબકમ ની ઉક્તિ ભાજપ સરકારે સાર્થક કરી હોય તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે તેમ કહીયે તો નવાઈ નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news