મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ, ઘીના ઠામમાં ઘી પડે તેવુ દેખાઈ રહ્યું છે

ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા (mansukh vasava) એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના છે. તેમણે કારણ આપ્યું છે કે ખરાબ તબિયતના લીધે રાજીનામું આપ્યું છે પરંતુ શું તમે કોઈ નેતાને આ રીતે નિવૃત્તિ લેતા જોયા છે? મિશન 26નો એક આધાર ગણાતા સાંસદ વસાવાએ કેમ રાજીનામું આપ્યું તે હવે સામે આવી ગયું છે. ત્યારે ભાજપ મોવડીઓ દ્વારા મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. 
મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ, ઘીના ઠામમાં ઘી પડે તેવુ દેખાઈ રહ્યું છે

રવિ અગ્રવાલ/વડોદરા :ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા (mansukh vasava) એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના છે. તેમણે કારણ આપ્યું છે કે ખરાબ તબિયતના લીધે રાજીનામું આપ્યું છે પરંતુ શું તમે કોઈ નેતાને આ રીતે નિવૃત્તિ લેતા જોયા છે? મિશન 26નો એક આધાર ગણાતા સાંસદ વસાવાએ કેમ રાજીનામું આપ્યું તે હવે સામે આવી ગયું છે. ત્યારે ભાજપ મોવડીઓ દ્વારા મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. 

મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ 
પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર મનસુખ વસાવાને મનાવવા તેમના ઘરે પહોંચ્યા હતા. તેમજ વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને નર્મદા જિલ્લાના પ્રભારી સતીશ પટેલ પણ મનાવવા પહોંચ્યા છે. તો બીજી તરફ, મનસુખ વસાવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે બેઠક પણ કરી શકે છે. મુખ્યમંત્રીએ ખુદ સાંસદ મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી છે. 

મનુસખ વસાવા સાથે 29 અગ્રણીઓએ રાજીનામા આપ્યા 
આ વચ્ચે મોટા ખબર મળ્યા છે કે, મનસુખ વસાવા સાથે સાગબારામાં ભાજપના 29 અગ્રણીઓએ પણ રાજીનામા આપ્યા છે. સાગબારા તાલુકાના ભાજપ પ્રમુખ મોતિસિંગ વસાવા, મહામંત્રી દિવેશ વસાવાએ રાજીનામું આપ્યું છે. પૂર્વ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ મનજીભાઈ વસાવા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ નિલેશ વસાવાએ પણ રાજીનામું સોંપ્યું છે. વિવિધ મોરચાના હોદ્દેદારો, સક્રિય કાર્યકરો, સરપંચોએ પણ સાગમટે રાજીનામા આપ્યા છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે. 

મનસુખ વસાવા આજે ગાંધીનગર આવશે
પોતાના મુદ્દાઓ સાથે આજે મનસુખ વસાવા ગાંધીનગર આવશે અને પાર્ટી તેમજ સરકારમાં એમ બંને જગ્યાએ પોતાની વાત રજુ કરશે. સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે કે, મનસુખ વસાવા પોતાનું રાજીનામું પાછું ખેંચી શકે છે.  જી હા... ઘી ના ઠામમા ઘી પડે તેવી પ્રબળ શક્યતા છે. મનુસખ વસાવાએ ઝી 24 કલાક સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં દાવો કર્યો હતો કે, તે પોતાનું રાજીનામું પાછું નહીં ખેંચે અને નારાજગીના લીધે નહિ, પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમણે રાજીનામું આપ્યું છે. પરંતુ ભાજપમાંથી તેમણે કેમ રાજીનામું આપ્યું તે સવાલનો જવાબ નથી. ત્યારે હવે મનસુખ વસાવાને મનાવવાના ફરી પ્રયાસો શરૂ કરાયા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news