ભાજપી નેતા રામ મોકરિયાએ નરેશ પટેલને કહી ‘મન કી બાત’, આપ્યુ મોટું નિવેદન

નરેશ પટેલ ક્યાં જશે તે હજી નક્કી નથી. નરેશ પટેલની રાજકીય એન્ટ્રી પર હજી પણ પ્રશ્નાર્થ છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે મોટુ નિવેદન આપ્યુ છે. રામ મોકરિયાએ નરેશ પટેલ માટે મન કી બાત કરી છે. 
ભાજપી નેતા રામ મોકરિયાએ નરેશ પટેલને કહી ‘મન કી બાત’, આપ્યુ મોટું નિવેદન

ગૌરવ દવે/રાજકોટ :નરેશ પટેલ ક્યાં જશે તે હજી નક્કી નથી. નરેશ પટેલની રાજકીય એન્ટ્રી પર હજી પણ પ્રશ્નાર્થ છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે મોટુ નિવેદન આપ્યુ છે. રામ મોકરિયાએ નરેશ પટેલ માટે મન કી બાત કરી છે. 

નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા મુદ્દે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, નરેશ પટેલે કોઈ પણ પાર્ટીમાં ન જોડાવવું જોઈએ. રાજકારણમાં જોડાવવા અંગે નરેશ પટેલે જાતે જ નિર્ણય કરવો જોઈએ. તેઓ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે. મારી દ્રષ્ટીએ તેમને કોઈ પાર્ટીમાં ન જોડાવવું જોઈએ. તેઓ કોઈ પણ પાર્ટીમાં જોડાય તે તેમની ઈચ્છા છે.

આપ-બીટીપીનુ ગઠબંધન તોડવા પાટીલ મેદાને 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગાંધીનગરની ગાદી પર બેસવા માટે આદિવાસી મતો વિના ચાલે એમ નથી, માટે આદિવાસી મતો માટે સમરાંગણ સર્જાઇ રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગે તે પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજકીય પાર્ટીઓ જાતિજ્ઞાતિના સમીકરણો પર ભાર મુકી રહી છે. ભાજપ પણ આદિવાસી મતદારોને રિઝવવા એડીચોટીનો જોર લગાવી રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મર્મદા જિલ્લાના પ્રવાસે છે. પાટીલ વન ડે વન ડિસ્ટ્રીક યોજના અંતર્ગત પાટીલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. નર્મદા જિલ્લાને બીટીપીનો ગઢ માનવામાં આવે છે. 182ના લક્ષ્યાંકને પાર પાડવા ભાજપે આદિવાસીઓને રીઝવવા કવાયત શરૂ કરી છે.

ગુજરાતમાં હાલ વિવિધ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરવાની મોસમ ચાલી રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ડાયરામાં ચલણી નોટોનો વરસાદ કરાય છે. ત્યાર અમરેલીના ચલાલમાં ધારાસભ્યએ નોટોનો વરસાદ કર્યો હતો. માતાજીના માંડવામાં હાજર રહેલા MLA જે.વી. કાકડિયાએ નોટો ઉડાવી હતી. મેલડી માતાજીના નવરંગ માંડવામાં MLAએ હાજરી આપી હતી. તેમનો નોટો ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news