Gujarat BJP Candidate List: આ 22 બેઠકો પર ફસાયેલો છે ભાજપનો પેચ! PM મોદી અને અમિત શાહ નક્કી કરશે નામ
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી.જેમાં કુલ 160 ઉમેદવારના નામની જાહેરાત થઈ.
Trending Photos
Gujarat Assembly Election 2022: ભાજપે આજે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં કુલ 160 ઉમેદવારના નામની જાહેરાત થઈ. જેમાં કેટલાક ચોંકાવનારા નામ પણ છે, જેમની ટિકિટ કાપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 182 સીટ છે, જે પૈકી ભાજપે હજુ 22 ઉમેદવારો જાહેર કર્યા નથી.
આ 22 બેઠકો પર ભાજપના ઉમેદવારો જાહેર કરવાના બાકી
- રાધનપુર
- પાટણ
- ખેરાલુ
- હિંમતનગર
- ગાંધીનગર દક્ષિણ
- ગાંધીનગર ઉત્તર
- માણસા
- કલોલ
- વટવા
- ધોરાજી
- જામખંભાળિયા
- કુતિયાણા
- ભાવનગર પૂર્વ
- પેટલાદ
- મહેમદાવાદ
- ઝાલોદ
- ગરબાડા
- પાવી જેતપુર
- સયાજીગંજ
- માંજલપુર
- ડેડિયાપાડા
- ચોર્યાસી
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપે 84 ઉમેદવારોના નામ જાહેર કર્યા. પ્રથમ અને બીજી યાદીમાં 160 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે મોટાભાગના MLAને રિપીટ કર્યા છે. સુરત ચૌર્યાસી, ધોરાજી અને ખંભાળિયા સહિત 5 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. CMની બેઠકનું નામ જાહેર થતાં જ કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. CMએ કહ્યુ- અમે જીતીશું એ પુરો વિશ્વાસ છે.
કોંગ્રેસને રામ રામ કહીને આવેલા 13 નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. જેમાં કુંવરજી બાવળિયા, હાર્દિક પટેલ, ભગા બારડ સહિત 13 નેતાઓને આપેલુ વચન ભાજપે નિભાવ્યું છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર વિજય રૂપાણીનું પત્તુ કાપી ભાજપે રમેશ ટિલાળાને ટિકિટ આપી છે. ખોડલધામના નરેશ અને પાટીદારો આગેવાનોનું લોબિંગ રમેશ ટિલાળાને ફળ્યું છે. શંકર ચૌધરીની બેઠક બદલાઈ છે. ભાજપે શંકર ચૌધરીને વાવના થરાદ બેઠક પરથી ટિકિટ આપી. તો વાવ બેઠક પર ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે.
ભાજપે રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. જામનગર ઉત્તર બેઠક પરથી દિગ્ગજ હકુભા જાડેજાની ટિકિટ કાપીને રિવાબાને તક અપાઈ છે. અમદાવાદની બેઠકો પરથી ભાજપે દિગ્ગજ નેતાઓના નામ કાપ્યા છે. જેમાં એલિસબ્રીજમાં રાકેશ શાહ, વેજલપુરમાં કિશોર ચૌહાણ, નરોડામાં બલરામ થવાણી સહિત 9 જુના જોગીના નામ કપાયા છે.
ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 69 ધારાસભ્યોને રિપીટ કર્યા છે. 38 MLAના પત્તા કપાયા તો 14 મહિલાઓને ભાજપે ચૂંટણી જંગમાં ઉતારી છે. વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાઈ છે. ભાજપે મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને મેદાને ઉતાર્યા છે. મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ છે. ભાજપે કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે. મોરબી પુલ દુર્ઘટના બ્રિજેશ મેરજાને નડી તો કાંતિ અમૃતિયાને ફળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે