ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી, ઝી 24 કલાક સાથે વાત કરતા જેપી નડ્ડાએ કર્યો દાવો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હજુ જાહેર થઈ નથી પરંતુ અત્યારથી રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. જ્યાં તેમણે રાજકોટ બાદ મોરબીમાં ભવ્ય રોડ શો કર્યો હતો. 

ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી, ઝી 24 કલાક સાથે વાત કરતા જેપી નડ્ડાએ કર્યો દાવો

ઝી બ્યૂરો, રાજકોટ, મોરબીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા મંગળવારે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અહીંથી તેમણે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટમાં સંબોધન કરતા જેપી નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યાં હતા. તથા આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો પણ કર્યો હતો. 

ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો જંગ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભલે હજુ જાહેર નથી થઈ, જો કે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, આ દ્રશ્યો તેનો પુરાવો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સૌરાષ્ટ્રથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મોરબી અને રાજકોટમાં મુખ્યમંત્રી અને અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 20, 2022

રાજકોટમાં નડ્ડાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના મહાસંમેલનમાં હાજરી આપી, પંચાયતથી સાંસદ સુધીના 10 હજાર પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે રાજકોટમાં તૈયાર થઈ રહેલી એઈમ્સને લગતા એક કિસ્સાનું વર્ણન કર્યું...

રાજકોટ બાદ નડ્ડા મોરબી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો યોજ્યો, મોરબીના શનાળા રોડથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાયેલા રોડ શોમાં 50 હજારથી વધુ લોકો જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઝી 24 કલાક સાથે વાત કરતા નડ્ડાએ દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી.

હવે સવાલ એ ઉભો થાય છે કે નડ્ડાએ આખરે ચૂંટણી પ્રચાર માટે સૌરાષ્ટ્ર અને એમાં પણ મોરબી તેમજ રાજકોટની પસંદગી શા માટે કરી, તો તેનો જવાબ એ છે કે મોરબી ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલનનું એપીસેન્ટર હતું. પાટીદાર આંદોલનના કારણે ભાજપને સૌરાષ્ટ્રમાં નુકસાન થયું હતું. 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનું નબળું પ્રદર્શન રહ્યું. ભાજપને સૌરાષ્ટ્ર- કચ્છની 54માંથી ફક્ત 23 બેઠક મળી હતી. 2022માં પણ ભાજપ સામે કોંગ્રેસના મજબૂત ઉમેદવારો પડકારરૂપ છે. કેમ કે કોંગ્રેસનાં જીતેલા ધારાસભ્યમાંથી મોટા ભાગના રિપીટ થવાની પ્રબળ શક્યતા છે. જેને જોતાં સૌરાષ્ટ્રમાં ભાજપ આ વખતે શું રણનીતિ અપનાવે છે, તે જોવું રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news