દિયોદરમાં અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, 'મને વ્યક્તિગત તો બહુ મળ્યું છે, પણ મારા સમાજ માટે બહુ ખૂટે છે'

Gujarat Election 2022: બનાસકાંઠામાં દિયોદરના કોતરવાડામાં અલ્પેશ ઠાકોરે સભા ગજવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિધાર્થી સન્માન સમારોહ થતા હોય છે પરંતુ એ વિધાર્થી જ્યારે સરકારી કર્મચારીઓ બને છે, ત્યારે તેમનો સન્માન આજે થયો છે.

દિયોદરમાં અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન, 'મને વ્યક્તિગત તો બહુ મળ્યું છે, પણ મારા સમાજ માટે બહુ ખૂટે છે'

અલ્કેશ રાવ/બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખ જાહેર થવાની તૈયારીમાં છે. ત્યારે રાજકારણમાં ક્યારે પણ ન બન્યું હોય તેમ આમ આદમી પાર્ટીએ એક નવો ચીલો ચીતર્યો છે. બીજી બાજુ ભાજપ રાધનપુરની સીટ પરથી અલ્પેશ ઠાકોરને પરણાવવા માટે એલાન કરી દીધું છે. જેના કારણે ઠાકોર સમાજની અંદર ફાંટા પડી ગયા છે. ત્યાંના સ્થાનિક લોકો સ્થાનિક ઉમેદવારની માંગણી કરી રહ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોર લોકોનું સમર્થન મેળવવા માટે ઉત્તર ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યું છે.

બનાસકાંઠામાં દિયોદરના કોતરવાડામાં અલ્પેશ ઠાકોરે સભા ગજવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિધાર્થી સન્માન સમારોહ થતા હોય છે પરંતુ એ વિધાર્થી જ્યારે સરકારી કર્મચારીઓ બને છે, ત્યારે તેમનો સન્માન આજે થયો છે. તે બદલ હું એમને અભિનંદન પાઠવું છે. તમે ઈમાનદાર અધિકારી અને કર્મચારી બની તમે કામ કરો. સમાજની જે સ્વૈચ્છિક જવાબદારી છે તે આજ પ્રકારની છે. સમાજમાં ધંધા નોકરી માટે કાર્ય થાય તે જ સમાજનું કાર્ય છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં સમાજમાં શિક્ષણના કારણે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. છેલ્લી 10 ભારતીયોમાં અનેક સમાજના દીકરી-દીકરાઓ નોકરીએ લાગ્યા છે. આજે સમાજના દીકરાઓ ભણીને આગળ ગયા છે ખેતી પણ આધુનિક કરવા લાગ્યા છે આજ બદલાવ છે. મારા માટે ઘણા લોકોને અનેક સવાલ થતા હશે. હું જ્યારે વ્યસન મુક્તિને લઈને નીકળ્યો ત્યારે લોકોએ મારી મશ્કરીઓ કરી હતી. એક લેબલ લાગી ગયું કે દારૂ એટલે આપણા સમાજવાળાએ બદલાવ થઈને રહ્યો. જ્યારે દારૂબંધીની વાત કરી ત્યારે લોકો કહેતા હતા કે આ દારૂ તો બંધ કરાવો છો તો આ બુટલેગરોનું શુ થશે? પરંતુ આજે સમાજના દીકરા દીકરીઓમાં ધંધા રોજગાર અને પ્રગતિની ભૂખ લાગી છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, રાજનીતિ એ માટે કરી કે આપણા સમાજને ફાયદો થાય દરેક સમાજના લોકોએ સરકારમાં બેઠેલા લોકોની મદદ લીધી છે. મેં રાજનીતિ એટલે પસંદ કરી કે સમાજના કામ થાય. હું આંદોલનમાંથી આવ્યો છું તો સમાજની મારી ઉપર વધારે અપેક્ષા છે. આ સમાજને સરકારની જરૂર છે. મને વ્યક્તિગત તો બહુ મળ્યું છે, પણ મારા સમાજ માટે બહુ ખૂટે છે. સમાજની તકલીફો અને બદલાવ લાવવા માટે મથી રહ્યો છું. જે લોકો મને ગાળો દેતા હોય તો દે એની પરવાહ નથી. કેટલાક ફેસબુક, વોટ્સપ અને સોશિયલ મીડિયામાં બેઠા બેઠા લોકો જ્યારે કોઈની ચિંતા નથી કરી તેવો મારી ખામી કાઢી છે. ચૂંટણીઓ આવી એટલે કુવાના દેડકાઓ બહાર નીકળી પડ્યા છે. સાંજે 6-7 વાગ્યે તો એ ટુલ્લી થઈને ફરે છે, પણ એવા લોકો સમાજને ગુમરાહ કરવા અને અહિંત કરવાનું કાર્ય કરે છે. 

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, હું 2017ની ચૂંટણી રાધનપુરથી લડ્યો તો બધા લોકો ત્યાં આવી ગયા. 2019માં જે લોકો ઝોળીઓ ફેલાવતા હતા તે જ હવે મારા દુશ્મન થઈ ગયા. અલ્પેશ ઠાકોરના હારવાથી ગુજરાતના ઠાકોર સમાજનું કેટલું અહિંત થયું છે એ તમને ખબર છે. આજે પણ એ લોકો કહે છે અમે અલ્પેશ ઠાકોરને હરાવવા પહોંચી જઈશું. દરેક સમાજોએ પોતાના લોકોને સરકારમાં મોકલીને તેમનો વિકાસ કર્યો છે.

અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, નોકરીમાં પણ અલગ-અલગ જગ્યાએ પોસ્ટિંગ માટેનું હોય છે તો કોણ કામ કરાવે તો સરકારમાં બેઠેલ સમાજનો માણસ. આ સમાજને અનેક ધારાસભ્યો, સંસદ સભ્યો અને મંત્રીઓ મળ્યા પણ એ લોકોએ આપણા સમાજ માટે કેટલું કામ કર્યું તેનો હિસાબ માંડજો. ફક્ત ધારસભ્ય મંત્રી બનવું સપનું નથી પણ એવી જગ્યાએ મારા સમાજના લોકોને ત્યાં બેસાડવા છે જ્યાં તેમનું સપનું છે. મેં એવું તે શું બગાડ્યું હતું કે 2019માં બધા મને હરાવવા આવી ગયા હતા. કેટલા વિડિઓ બનાવીને જેમ તેમ બોલે છે તેને કહું છું આવજો ને ચૂંટણી પત્યા પછી આ એ જ અલ્પેશ ઠાકોર છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news