જ્યારે ગુજરાતના કાંઠે વાવાઝોડું ટકરાઈ રહ્યું હતું ત્યારે દ્વારકાધીશ મંદિરમાં શું થઈ રહ્યું હતું? ખાસ જાણો
Biparjoy Cyclone: ગુજરાતની ઐતિહાસિક દ્વારકા નગરીની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓ માટે મહાઆફત બનીને આવેલું બિપરજોય વાવાઝોડું હવે ગુજરાતથી પસાર થઈ રહ્યું છે. જ્યારે આ તોફાન ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ભારે તબાહીની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી પરંતુ તોફાનના જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહ્યા છે તે મુજબ જાનહાનિના કોઈ સમાચાર નથી
Trending Photos
ગુજરાતની ઐતિહાસિક દ્વારકા નગરીની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓ માટે મહાઆફત બનીને આવેલું બિપરજોય વાવાઝોડું હવે ગુજરાતથી પસાર થઈ રહ્યું છે. જ્યારે આ તોફાન ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે ભારે તબાહીની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી પરંતુ તોફાનના જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહ્યા છે તે મુજબ જાનહાનિના કોઈ સમાચાર નથી. લેન્ડફોલ પહેલા બે મોત થયા હતા તેવું એનડીઆરએફનું કહેવું છે. ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં કોઈ મોટું નુકસાન થયું નથી. ઐતિહાસિક દ્વારકાધીશ મંદિરને પણ કોઈ નુકસાન પહોંચ્યું નથી. ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે મંદિર પહોચ્યા અને આખી રાત જાગતા રહેલા પૂજારીઓ સાથે પણ મુલાકાત કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો. હર્ષ સંઘવીએ મંદિરના પ્રવાસ બાદ કહ્યું કે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ ગુજરાત પર હંમેશા રહ્યા છે. બિપરજોય તોફાનથી રાજ્યમાં એક પણ વ્યક્તિનો જીવ ગયો નથી.
બિપરજોય તોફાનના તાંડવને પગલે દ્વારકાધીશ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. શ્રદ્ધાળુઓને ઓનલાઈન દર્શન કરવાનું કહેવાયું હતું. પરંતુ જ્યારે ગુજરાત મહાઆફત બનીને આવેલા તોફાન સામે લડી રહ્યું હતું ત્યારે મંદિરમાં હાજર પૂજારી દ્વારકાધીશ મંદિરની અંદર હતા અને રક્ષા માટે કામના કરી રહ્યા હતા. રાતે 12 વાગ્યા સુધી મંદિરના પૂજારી મંદિરમાં રહ્યા હતા. જ્યારે તોફાનનું લેન્ડફોલ થઈ ગયું અને તેનો સમગ્ર હિસ્સો લેન્ડફોલમાંથી પસાર થઈ ગયો ત્યારે પૂજારીઓએ રાહતના શ્વાસ લીધા. ચક્રવાતથી રક્ષા માટે દ્વારકાધીશ મંદિરમાં સત કામના કરાઈ હતી. બિપરજોયના લેન્ડફોલ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે મંદિર પહોંચ્યા હતા અને પૂજારીઓ સાથે મુલાકાત કરી અને તેમના હાલચાલ પૂછીને તેમનો આભાર માન્યો હતો.
कल की रात चुनौतीपूर्ण थी!!
Keep the trust, #StaySafe#TeamGujarat #CycloneBiparjoy #Dwarka pic.twitter.com/H1JDBdNid7
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2023
ભારે પવને દહેશત ફેલાવી
સમુદ્રી ચક્રવાતે લેન્ડફોલ પહેલા પોતાના ફૂંફાડા મારતા પવનથી ખુબ દહેશત ફેલાવી હતી. જેના પગલે દ્વારકાધીશ મંદિરની ટોચે ધ્વજા પણ ફરકાવવામાં આવી નહતી. એટલું જ નહીં ભારે પવન અને ખરાબ હવામાનના અલર્ટના પગલે મંદિરને બંધ કરાયું હતું. મંદિર પ્રશાસને આ નિર્ણય શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને લીધો હતો. જો કે લોકોને આશા હતી કે દ્વારકાધીશ દ્વારકાની રક્ષા કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે