બિનસચિવાલય પરીક્ષા આંદોલન : 3 કલાકમાં ફરીથી સરકારે વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા, જુઓ CMએ શું કહ્યું...

બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ રોડ પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે જઈને બેસ્યા છે. ત્યારે માત્ર ત્રણ કલાકની અંદર જ સરકારે વિદ્યાર્થી પ્રતિનિધિમંડળને ફરીથી મળવા બોલાવવામાં આવ્યા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ કલેક્ટર અને રેન્જ આઈજીને ફરીથી મળવા માટે પહોંચ્યા છે. તો બીજી તરફ, અનેક લોકો આ આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. હાલ રાજ્યભરમાં અલગ અલગ સ્થળોએ સ્થાનિક લેવલે પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. 

બિનસચિવાલય પરીક્ષા આંદોલન : 3 કલાકમાં ફરીથી સરકારે વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા, જુઓ CMએ શું કહ્યું...

ગાંધીનગર :બિનસચિવાલય પરીક્ષા (binsachivalay exam) મુદ્દે રાજ્યભરના વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં છે. ગઈકાલથી વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પરથી હટ્યા નથી. તેઓ પોતાના મુદ્દે અડગ છે. ત્યારે હવે આ આંદોલનને કોંગ્રેસ (Congress) દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે, તો બીજી તરફ હાર્દિક પટેલે (Hardik Patel) પણ આંદોલનને વ્યક્તિગત ટેકો જાહેર કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ રોડ પર આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે જઈને બેસ્યા છે. ત્યારે માત્ર ત્રણ કલાકની અંદર જ સરકારે વિદ્યાર્થી પ્રતિનિધિમંડળને ફરીથી મળવા બોલાવવામાં આવ્યા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ કલેક્ટર અને રેન્જ આઈજીને ફરીથી મળવા માટે પહોંચ્યા છે. તો બીજી તરફ, અનેક લોકો આ આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. હાલ રાજ્યભરમાં અલગ અલગ સ્થળોએ સ્થાનિક લેવલે પણ વિરોધનો વંટોળ ઉભો થયો છે. 

મુખ્યમંત્રીએ પહેલીવાર પ્રતિક્રીયા આપી...
ગુજરાત બિન સચિવાલય પરીક્ષાના મામલાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડતાલ ખાતેથી નિવેદન આપ્યું હતું કે, કોઇપણ પરીક્ષા પ્રમાણિક વાતાવરણમાં જ થવી જોઇએ. સરકાર દ્વારા પારદર્શી કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ અયોગ્ય ઉમેદવારને નોકરી ન મળે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ મામલે સરકારનું મન ખુલ્લુ છે. સરકાર પગલા લેવા માટે સહમત છે. સરકાર માને છે કે, જેઓએ મહેનત કરી છે તેમની મહેનત એળે ન જાય. વિદ્યાર્થીઓની લાગણીને સરકાર ધ્યાનમાં લેશે. 

Binsachivalay Exam વિવાદ અપડેટ : 3 કલાકમાં ફરીથી સરકારે વિદ્યાર્થી નેતાઓને બોલાવ્યા

હાર્દિકનો હુરિયો બોલાવાયો 
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિક પટેલ વિદ્યાર્થીઓની વચ્ચે પહોંચ્યા છે. આંદોલનકારી વિદ્યાર્થીઓની વચ્ચે પહોંચેલા હાર્દિક પટેલનો વિદ્યાર્થીઓએ હુરિયો બોલાવ્યો હતો. વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો. તો સાથે જ ‘હાર્દિક ગો બેક’ના નારા લગાવ્યા હતા. આ કારણે પહેલા હાર્દિક પણ અસમજંસમાં આવી ગયો હતો. તો અમિત ચાવડાએ આંદોલનને સમર્થન આપતા કહ્યું કે, 11 સરકારી પરીક્ષામાં ભ્રષ્ટાચર થયો છે. જો કોઈ નિવેડો નહિ આવે તો 9 ડિસેમ્બરે તમામ વિદ્યાર્થીઓને સાથે લઈને વિધાનસભા કૂચ કરવાનો કાર્યક્રમ આપીશું. સરકાર યુવાનોને ન્યાય નહિ આપે ત્યા સુધી ગુજરાતની લડાઈમાં અમારુ સમર્થન રહેશે. રાજકારણ કરવાને બદલે ગુજરાતના યુવાનોનું હિત અને તેમની અન્યાય અમારી લડાઈની પ્રાથમિકતા રહેશે. કોંગ્રેસ દ્વારા સીસીટીવીના પુરાવા આપ્યા છે. ખાલી એસઆઈટીથી કામ નહિ ચાલે, ત્વરિત કાર્યવાહી કરવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news