રિશી કપૂરે આપી મોટી સલાહ, લાગુ પડે છે ભારતના દરેક માતા-પિતાને

બોલિવૂડ અભિનેતા રિશી કપૂર (Rishi Kapoor) સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. થોડા સમય પહેલાં જ ન્યૂયોર્કથી સારવાર કરાવીને પરત ફરેલા રિશી કપૂર અનેક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતા છે.

રિશી કપૂરે આપી મોટી સલાહ, લાગુ પડે છે ભારતના દરેક માતા-પિતાને

નવી દિલ્હી : બોલિવૂડ અભિનેતા રિશી કપૂર (Rishi Kapoor) સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. થોડા સમય પહેલાં જ ન્યૂયોર્કથી સારવાર કરાવીને પરત ફરેલા રિશી કપૂર અનેક મુદ્દાઓ પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવા માટે જાણીતા છે. રિશી કપૂરે હવે બાળકોના 'નિક નેમ' મામલે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે મને મારી ઓળખ મેળવવા બહુ મહેનત કરવી પડી હતી. રિશીએ સલાહ આપતા કહ્યું છે કે બાળકોના ક્યારેય નિક નેમ ન રાખવા જોઈએ. 

— Rishi Kapoor (@chintskap) 4 December 2019

રિશી કપૂરે એક તસવીર પણ શેયર કરી છે જેમાં તેણે એક કેપ પહેરી છે જેના પર લખ્યું છે ચિંટુ. હકીકતમાં રિશી કપૂરનું નિક નેમ ચિંટુ છે. 

— Rishi Kapoor (@chintskap) 4 December 2019

પોતાની બીમારીનો ઇલાજ કરાવીને ભારત પરત આવેલા રિશી કપૂર લગભગ એક વર્ષ પછી મોટા પડદા પર આવી રહ્યા છે. તેઓ ફિલ્મ બોડીમાં જોવા મળશે. હાલમાં રિશી કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક્ટિંગની તૈયારી કરતી વખતે બોડી બિલ્ડ કરવાની જગ્યાએ મગજને બિલ્ડ કરવાની જરૂર છે. કલાકારો માટે ઇમોશનલ એક્સરસાઇઝ બહુ જરૂરી છે. 

રિશી કપૂરે બોલિવૂડમાં બાળ કલાકાર તરીકે ફિલ્મ મેરા નામ જોકરથી શરૂઆત કરી હતી. આ પછી તેમણે બોબી, નગીના, પ્રેમગ્રંથ, હિના, કર્ઝ, દીવાના, અમર અકબર એન્થોની, દામિની, બોલ રાધા  બોલ, સરગમ, કભી કભી, નસીબ, સાગર, હમ કિસી સે કમ નહીં, દરાર અને લવ આજ કલ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news