આ VIDEO જોઈને તમારો ગુસ્સો ફાટશે નક્કી! ફૂંક મારી વાળ લહેરાવ્યા...કેમેરા સામે કીધું 'થાય તે કરી લો'

અબજોપતિ નબીરાની આ હરકતો જોઈને તમે ગુસ્સે થઈ ઉઠશો અને કહેશો કે આને તો અહીં જ ફાંસી આપો. પરંતુ જુઓ 9 લોકોને જેગુઆરથી જીવતા કચડનારા નબીરાનો નશો જુઓ.

આ VIDEO જોઈને તમારો ગુસ્સો ફાટશે નક્કી! ફૂંક મારી વાળ લહેરાવ્યા...કેમેરા સામે કીધું 'થાય તે કરી લો'

Iskcon Bridge Accident: ઝી 24 કલાક તમને વહેલી સવારથી જ અબજોપતિ નબીરાના દરેક સમાચાર તમારા સુધી પહોંચાડી રહી છે અને હવે જુઓ 9 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરાનાં તેવર...જી હા...20 વર્ષનો નબીરો તથ્ય પોતાની જાતને શું સમજે છે તે તમે તમારી આંખો સામે જોઈ લો. 

જરા જુઓ ફિલ્મી હીરોની જેમ ફૂંક મારીને પોતાના વાળ લહેરાવી રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં જ કેમેરા સામે જોઈને કહી રહ્યો છે કે થાય એ કરી લો. અબજોપતિ નબીરાની આ હરકતો જોઈને તમે ગુસ્સે થઈ ઉઠશો અને કહેશો કે આને તો અહીં જ ફાંસી આપો. પરંતુ જુઓ 9 લોકોને જેગુઆરથી જીવતા કચડનારા નબીરાનો નશો જુઓ.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ત્રણ પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના જીવ લેનારા અબજોપતિ નબીરા તથ્ય પટેલ અને તેના માલેતુજાર પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6 લોકોની પોલીસે અટકાયત કરી છે. પરંતુ હાલ 9 લોકોને જીવતા કચડી નાખનારા નબીરાઓના નવાબી શોખ કેવા હતા તે જુઓ... અમદાવાદના આ અબજોપતિ નબીરાઓ 85 લાખ રૂપિયાની જેગુઆર લઈને રેસ લગાવવા નીકળ્યા હતા. જી હા...અબજોપતિ નબીરા તથ્ય સહિત વૈભવી કારમાં 3 યુવક અને 3 યુવતીઓ સવાર હતી અને રાત્રે 11 વાગ્યે આ નબીરાઓ રેસ લગાવવા નીકળ્યા હતા. 

અબજોપતિ નબીરાઓની લાઈફસ્ટાઇલ
ઝી 24 કલાક પર જુઓ જરા આ અબજોપતિ નબીરાઓની લાઈફસ્ટાઇલ...ગરીબો પોતાને પહેરવા માટે 70 રૂપિયાનાં ચપ્પલ ખરીદે છે પરંતુ આ નબીરાઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે તેમના પગમાં જે ચપ્પલ છે તે એક જોડી શૂઝની કિંમત અંદાજે સાડા ત્રણ હજાર રૂપિયા છે. જી હા...આ નબીરાઓ ઘરમાં પહેરવા માટેનાં ચપ્પલ પણ સાડા ત્રણ હજાર રૂપિયાનાં પહેરે છે. 

આ અબજોપતિ નબીરાઓની સવાર રાત્રે 11 વાગ્યે પડે છે અને સવારે 6 વાગ્યે તેમની રાત પડે છે. તથ્ય સહિત તેની મહિલા મિત્રો અમદાવાદના કાફેમાં રાત્રે જઈને પછી એસજી હાઈવે પર રેસ લગાવવા નીકળ્યા હતા. જાણો કાયદા તોડવાનું લાઈસન્સ લઈને જન્મયા હોય તેમ બિદાસ્ત થઈને રેસ લગાવવા માટે 1-1 કરોડની મોંધી કાર લઈને નીકળે છે, એટલું જ નહીં, અબજોપતિ નબીરાઓ એક ટી-શર્ટની કિંમત 6500 રૂપિયા છે.

જાણો શું છે સમગ્ર ઘટના?
અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે. આ અકસ્માતમાં એક હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે.. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દૃશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.

ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વીબી દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, એમવી Act 177, 184 આ ઉપરાંત માનવ વધ કલમ 304 અને 279 બે જવાબદારી પૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.. તેમજ 184 ઓવર સ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવે છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને તેમાં કોઈનું મોત નીપજતા કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news