નાસ્ત્રેદમસે 500 વર્ષ પહેલા જણાવી દીધું હતું કે દુનિયામાં..... સાચી પડી વધુ એક ભવિષ્યવાણી!
Nostradamus Predictions Europe: ફ્રેંચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસની બીજી આગાહી સાચી પડતી દેખાઈ રહી છે કારણ કે યુરોપમાં ચાલી રહેલી હીટ વેવ તાપમાનના રેકોર્ડ તોડવાની ધમકી આપે છે. યુરોપ ઉપરાંત જાપાન અને અમેરિકામાં પણ ગરમીના કારણે ખરાબ હાલત છે અને તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
Trending Photos
પેરિસઃ ફ્રાન્સના જ્યોતિષી મિશેલ ડી નાસ્ત્રેદમ, જેને નાસ્ત્રેદમસ તરીકે દુનિયા જાણે છે, તેની વધુ એક ભવિષ્યવાણી સાચી પડી રહી છે. આ સમયે સમગ્ર યુરોપ ભારે ગરમીની ઝપેટમાં છે. નાસ્ત્રેદમસે ઘણા વર્ષો પહેલા ભયંકર ગરમીની ભવિષ્યવાણી કરી દીધી હતી. હાલમાં આ હીટવેવ યુરોપના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. પાછલા વર્ષે પણ યુરોપ ભારે ગરમીમાં જોવા મળ્યું હતું અને આ ગરમીને કારણે 60 હજાર લોકોના મોત થયા હતા. આ વર્ષે પણ યુરોપમાં ભીષણ ગરમી પડી રહી છે. તેને જોતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક સર્વોચ્ચ અધિકારીએ જળવાયુ સંકટનો સામનો કરવા માટે કડક અને તત્કાલ કાર્યવાહીની અપીલ કરી છે.
દરેક ભવિષ્યવાણી પડી સાચી
આશરે 500 વર્ષ પહેલા છપાયેલી નાસ્ત્રેદમસના જાણીતા પુસ્તર લેસ પ્રોફેટીઝે ફ્રાન્સની ક્રાંતિ, એડોલ્ફ હિટલરના ઉદય અને જાપાન પર પરમાણુ બોમ્બ હુમલા સહિત અનેક ભવિષ્યવાણી કરી હતી. નાસ્ત્રેદમસનની દરેક ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. હવે વર્ષ 2023 માટે નાસ્ત્રેદમસનની વધુ એક ભવિષ્યવાણી સાચી પડતી જોવા મળી રહી છે. તેમાં યુરોપની ગરમીથી જોડાયેલી કેટલીક પરેશાન કરનારી વાત કહેવામાં આવી હતી, જે સાચી પડી છે. તેમાં ભારે ગરમી અને સમુદ્રના વધતા તાપમાન તરફ ઇશારો કર્યો હતો. તેમાં કહ્યું હતું કે, 'સૂરજની જેમ ચમકતું માથું સમુદ્રને શોધી કાઢશે. કાળો સમુદ્રમાંથી જીવંત માછલી સંપૂર્ણપણે બાફવામાં આવશે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, 'જ્યારે રોડ્સ અને જેનોઆ અડધા ભૂખે મરશે, ત્યારે સ્થાનિક લોકો તેમને કાપી નાખવા માટે સખત મહેનત કરશે.'
સમગ્ર યુરોપમાં ભયંકર ગરમી
ગ્રીક દ્વીર રોડ્સ આ સમયે પ્રચંડ ગરમીનો સામનો કરી રહ્યું છે. અહીં તાપમાન સતત 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. અહીં પર જંગલની આગ પણ ભડકી ગઈ છે. ઘણા લોકો હવે રજાઓ કેન્સલ કરી પરત જઈ રહ્યાં છે. દેશમાં બાકી જગ્યા પર તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી થોડું નીચે નોંધાયું છે. ગરમીને કારણે ઘણા લોકોના મોત થયા છે. યુરોપમાં સૌથી વધુ ગરમી વર્ષ 2021માં સાર્ડિનિયામાં પડી હતી. તે સમયે તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું હતું. હવામાન નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે તાપમાન જલદી ચરમ પર પહોંચી શકે છે.
ઘણી જગ્યાએ લાગી આગ
ઇટલીના સિસિલીમાં તાપમાન 46.3 ડિગ્રી પહોંચી ગયું. આ રીતે સ્વિટ્ઝર્લૅન્ડમાં કર્મચારી કેન્ટન વેલેસના બિટ્શ ગામની પાસે જંગલમાં આગ લાગેલી છે. સ્પેનના લા પાલ્મા દ્વીપ પર 15 જુલાઈએ લાગેલી વધુ એક જંગલની આગે 20 ઘરોને નષ્ટ કરી દીધા હતા. ઇટલી, સ્પેન, ગ્રીસ અને બલ્કનના ઘણા ભાગમાં લોકોને ભીષણ ગરમીને કારણે વધુ સ્વાસ્થ્ય જોખમની ચેતવણી આપતા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે