સરકારી નોકરી મોટી તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ પરીક્ષા થઈ મોકૂફ

GPSC 2023 Exam Date Extended: GPSCની ચાર પ્રિલિમ પરીક્ષાઓ મોકૂફ...  વહીવટી કારણોસર લેવાયો નિર્ણય, આગામી સમયમાં જાહેર કરાશે નવી તારીખ

સરકારી નોકરી મોટી તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર, આ પરીક્ષા થઈ મોકૂફ

GPSC Exam 2023 Postponed: સરકારી નોકરી મોટી તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વધુ એક પરીક્ષા મોકૂફ થઈ છે. GPSCની ચાર પ્રિલીમ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેવુ જણાવાયું છે. ત્યારે આયોગ નવી તારીખની જાહેરાત પછીથી કરાશે. 

કઈ કઈ પરીક્ષા મોકૂફ

  • ભૂમિ નોંધણી અધિકારી વર્ગ-1, નાયબ ભૂમિ નોંધણી અધિકારી વર્ગ-2ની પરીક્ષા મોકૂફ 
  • નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-2, અધિક મદનદીશ ઈજનેર વર્ગ-3ની પરીક્ષા મોકૂફ

exam_postponned_zee.jpg

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં લેવામાં આવનારી GPSCની પરીક્ષા મોકૂફ રહેશે. તેથી આ સરકારી પરીક્ષા માટે તૈયારી કરનારા ઉમેદવારો આ બાબતનું ખાસ ધ્યાન રાખે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news