અમદાવાદના વહીવટમાં મોટા ગરબડ ગોટાળા : 139 કરોડનો કોઈ હિસાબ જ મળતો નથી

AMC Scam : અમદાવાદ મ્યુનિ.ઓડિટરની ગંભીર નોંધ, મ્યુનિ.માં ૧૩૯ કરોડની રકમ કયાં ખર્ચાઈ એનો હિસાબ મળતો નથી

અમદાવાદના વહીવટમાં મોટા ગરબડ ગોટાળા : 139 કરોડનો કોઈ હિસાબ જ મળતો નથી

Ahmedabad News : અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અહીની મહાનગરપાલિકા સૌથી મોટી છે. ત્યારે અહીના હિસાબો પણ કરોડોના હોય. ત્યારે ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકામાં કરોડોના હિસાબમાં ગોલમાલ સામે આવી છે. વર્ષ 2022-23 ના વર્ષના વાર્ષિક ઓડિટ અહેવાલ મુજબ, 139 કરોડની રકમ કયાં ખર્ચાઈ તેનો હિસાબ મળતો નથી. આ રકમ ક્યાં ગઈ તેની કોઈ નોંધ નથી. આ ગંભીર ભૂલ છે કે કૌભાંડ તે તપાસનો વિષય છે. 

કોર્પોરેશન બુકમાં સાચો ખર્ચ પાડવામાં નથી આવ્યો 
૧૧ જાન્યુઆરીએ મળેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ઓડિટર દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ના રજૂ કરવામાં આવેલા વાર્ષિક ઓડિટ અહેવાલને રજૂ કરાયો હતો. જેમાં આ ખુલાસો થયો છે. અહેવાલમાં વેપારી અને કોન્ટ્રાકટરની એડવાન્સીસની ઉધાર બાકી રુપિયા ૧૨૮.૭૯ કરોડ તથા અગાઉથી ચુકવેલ રુપિયા ૧૦.૬૫ કરોડ મળી રુપિયા ૧૩૯ કરોડની રકમ કયાં ખર્ચાઈ તેનો હિસાબ મળતો નથી. જે તે ખાતા દ્વારા સમયસર જમા ખર્ચી કરાવવામાં આવતી નથી. કોર્પોરેશન બુકસમાં જે તે સમયનો સાચો ખર્ચ પાડવામાં આવતો નથી તેવુ કહી શકાય એવી ગંભીર નોંધ મ્યુનિસિપલ ચીફ ઓડિટરે મુકી છે.

સામાન્ય માણસ પસીનાનું પાણી કરીને ટેક્સ ભરે છે. પરંતુ બીજી તરફ એએમસીનો અણગઢ વહીવટ સામે આવ્યો છે. જે હિસાબોની રકમ ગાયબ છે તે કોઈ નાનાસૂની રકમ નથી. ઓડિટરના અહેવાલમાં જણાવાયું કે,  વર્ષ-૨૦૨૧-૨૨ના વાર્ષિક હિસાબમાં ૩૧ માર્ચ-૨૦૨૨ની સ્થિતિએ વેપારી અને કોન્ટ્રાકટરની એડવાન્સીસની ઉધાર બાકી રુપિયા ૧૨૮.૭૯ કરોડ તથા અગાઉથી ચુકવેલ ખર્ચની ઉધારબાકી રુપિયા ૧૦.૬૫ કરોડ જેવી મોટી રકમ ઘણાલાંબા સમયથી એડવાન્સ તરીકે ખેંચાય છે.જે પૈકી જેટલો ખર્ચ થયો હોય તેટલી રકમની જે તે ખર્ચના હેડમાં જમાખર્ચી કરાવવી જોઈએ જે સમયસર કરાવવામાં આવેલ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news