48000 કરતા વધુ વર્ષથી બરફ નીચે દટાયેલો 'શેતાન' હવે જાગી ગયો, કોરોના કરતા પણ મોટું જોખમ!

Zombie Virus: જામેલા બરફની વિશાળ ચાદરો જોવામાં તો ખુબ સુંદર લાગે છે. પરંતુ તેની નીચે તબાહી છૂપાયેલી હોય છે તે કોણ જાણે. હવે જ્યારે આ બરફ પીગળી રહ્યો છે તો જોખમ વધી ગયું છે. વૈજ્ઞાનિકોએ જે ચેતવણી જાહેર કરી છે તે ચિંતાજનક છે. 

48000 કરતા વધુ વર્ષથી બરફ નીચે દટાયેલો 'શેતાન' હવે જાગી ગયો, કોરોના કરતા પણ મોટું જોખમ!

Zombie Virus: જામેલા બરફની વિશાળ ચાદરો જોવામાં તો ખુબ સુંદર લાગે છે. પરંતુ તેની નીચે તબાહી છૂપાયેલી હોય છે તે કોણ જાણે. હવે જ્યારે આ બરફ પીગળી રહ્યો છે તો જોખમ વધી ગયું છે. વૈજ્ઞાનિકોએ જે ચેતવણી જાહેર કરી છે તે ચિંતાજનક છે. અહીં વાત કરી રહ્યા છીએ આર્કટિક આઈસ કેપ વિશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આર્કટિકના વિશાળ હિમખંડોની નીચે ઝોમ્બી વાયરસ જે લગભગ 50 હજાર વર્ષ પહેલા દફન થઈ ચૂક્યો હતો તે હવે તબાહી મચાવવા માટે માથું ઉઠાવી રહ્યો છે. ધ ગાર્જિયનના રિપોર્ટ મુજબ આ વાયરસ વૈશ્વિક સ્તરે તબાહી મચાવી શકે છે. 

ચિંતાજનક ચેતવણી
વૈજ્ઞાનિકોનું આ વિશે કહેવું છે કે જે પ્રકારે ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ પીગળી રહ્યો છે તેનાથી ચિંતા વધી છે. ગત વર્ષ સાઈબેરિયાના કેટલાક વિસ્તારોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોની તપાસથી જાણવા મળ્યું છે કે ઝોમ્બી વાયરસ જે હજારો વર્ષો પહેલા બરફ નીચે દટાયેલા હતા તે હવે ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે. એક્સ માર્સિલ યુનિવર્સિટીના જેનેટિક વિશેષજ્ઞ જીન માઈકલ ક્લેવરી જણાવે છે કે પહેલા ગ્લોબના દક્ષિણી વિસ્તારોથી આ તબાહી મચવાની શરૂ થશે અને ધીરે ધીરે ઉત્તરી વિસ્તાર ઝપેટમાં આવશે. જો કે એક થિયરી એવી પણ છે કે તે પહેલા ગ્લોબના ઉત્તરી ભાગમાં કહેર મચાવશે અને ત્યારબાદ ગ્લોબના દક્ષિણ ભાગોને ઝપેટમાં લેશે. કહેવાનો અર્થ એ છે કે ભલે ઉત્તર હોય કે દક્ષિણ પણ ખતરો મોટો છે. 

રોટરડમ સ્થિત એરેસ્મસ મેડિકલ સેન્ટરના મેરિઓન કુપમેન પણ જીન માઈકલ ક્લેવરીની વાત સાથે એકમત ધરાવે છે. તેઓ કહે છે કે અમે એ નથી જાણતાકે કયા વાયરસ બરફ નીચે દટાયેલા છે. પરંતુ એ વાત તો નક્કી છે કે આ વાયરસ મોટા પાયે દુનિયામાં તબાહી મચાવી શકે છે. તેમણે પોલિયોનો ઉલ્લેખ કર્યો હતો. 2014માં સાઈબેરિયામાં બરફ નીચે દટાયેલા વાયરસ પર જીન માઈકલ ક્લેવરીએ રિસર્ચ કર્યું હતું. ગત વર્ષે આ મુદ્દે એક રિસર્ચ પેપર પણ પબ્લિશ થયું જેમાં 48 હજાર પાંચસો વર્ષ જૂના વાયરસના સેમ્પલ વિશે પણ વિસ્તારપૂર્વક જાણકારી આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news