ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?

આવતા અઠવાડિયે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. સીઆર પાટીલ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનતાં તેમનું સ્થાન નવા સુકાની લેશે. 4 જુલાઈએ સાળંગપુરમાં મળનારી ભાજપની વિસ્તૃત કારોબારી બેઠકમાં આખરી નિર્ણય લેવાશે. 

ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?

Gujarat BJP executive meeting: ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગર પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક જુલાઈ મહિનામાં મળશે. જી હા... 4-5 જુલાઈના રોજ કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. મંડલ સ્તર સુધીના પદાધિકારીઓને બેઠકમા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગાંધીનગર નહીં, સાળંગપુર ખાતે મળશે. કારોબારી બેઠક બાદ સદસયતા અભિયાન શરૂ થશે. ત્યા સુધી સંભવતઃ કાર્યકારી પ્રમુખ તરીકે કોઈને જવાબદારી સોંપવામાં આવી શકે છે.

આવતા અઠવાડિયે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. સીઆર પાટીલ મોદી સરકારમાં કેબિનેટ મંત્રી બનતાં તેમનું સ્થાન નવા સુકાની લેશે. 4 જુલાઈએ સાળંગપુરમાં મળનારી ભાજપની વિસ્તૃત કારોબારી બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવી શકે છે. 

નોંધનીય છે કે, ગુજરાત ભાજપના સંગઠનમાં મહત્વપૂર્ણ પરિવર્તનોની પ્રક્રિયા આરંભાઈ છે. પાટીલના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપે વિધાનસભાની કુલ 182 બેઠકોમાંથી 161 બેઠકો મેળવીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. સાથે રાજ્ય મંત્રિમંડળના વિસ્તરણ અંગેની અટકળો પણ વેગ પકડી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, સીઆર પાટીલ દિલ્હી જશે એ ફાઈનલ થઈ ગયું છે. મોદી સરકારના નવા મંત્રીમંડળમાં પાટીલનો સમાવેશ થયો છે. એટલે પાટીલ હવે દિલ્હી જશે, તો પછી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ તેની ચર્ચાઓ તેજ બની છે. કમલમમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે કે હવે પાટીલ પછી કોનો વારો. કોણ ભાજપ પ્રદેશ પ્રમુખની ગાદી સંભાળશે. ત્યારે હવે વિવિધ નામો માર્કેટમાં ફરતા થયા છે. ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે. 

નવા પ્રદેશ પ્રમુખ પર મોટી જવાબદારી
જે પણ નવા પ્રદેશ પ્રમુખ બનશે તેના પર મોટી જવાબદારી રહેશે. કારણ કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરી શક્યુ નથી. એક બેઠક ભાજપે ગુમાવી છે. પક્ષને ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. આ ઉપરાંત ભાજપમાં લાંબા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. પક્ષપલટુઓને મોટી જવાબદારી મળતા અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ છે. તેની મોટી અસર લોકસભા ચૂંટણીમાં જોવા મળી. સાથે જ ચૂંટણીમાં ક્ષત્રિયોની નારાજગી પણ હતી. આ બધા ફેક્ટર વચ્ચે નવા ભાજપ પ્રદેશ પ્રમુખની એન્ટ્રી થશે, એટલે તેમણે આ બધા મોરચે લડવુ પડશે. 

ભાજપ પ્રદેશ પ્રમુખ માટે આ દિગ્ગજોના નામ વધુ ચર્ચામાં
દેવુસિંહ ચૌહાણ, આઈ.કે.જાડેજા, બાબુભાઈ જેબલિયા, પ્રદિપસિંહ જાડેજા, વિનોદ ચાવડા, મયંક નાયક, જગદીશ વિશ્વકર્મા, ગોરધન ઝડફિયા, ભરત ડાંગર, દિનેશ અનાવાડીયા, ગણપત વસાવા, રજની પટેલ, ગણપત વસાવા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈન્દ્રવિજયસિંહ જાડેજા, શંકર ચૌધરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news