રીક્ષાચાલકોને અત્યાર સુધીની સૌથી મોટી દિવાળી ભેટ, આખા ગુજરાતમાં ફેરવવાની મળી છૂટ
Big Decision : રિક્ષા ચાલકો માટે દિવાળી પહેલા મળી ખુશ ખબર, વાહન વ્યવહાર કમિશનરે આખા ગુજરાતમાં રીક્ષા ફેરવવાની આપી છૂટ
Trending Photos
અમદાવાદ :આ દિવાળી અનેક લોકો માટે ખુશીની દિવાળી બનીને આવી છે. ત્યારે રીક્ષાચાલકો માટે પણ આ દિવાળી ખુશખબરી બનીને લાવી છે. કારણ કે, ગુજરાતના રીક્ષાચાલકોને આખા રાજ્યમાં રીક્ષા ચલાવવાની છૂટ મળી છે. વાહન વ્યવહાર કમિશનરે રિક્ષાઓ કાયદેસર માન્યતા ધરાવતી રિક્ષાઓ આખા ગુજરાતમાં ચલાવવાની છૂટ આપતો પરિપત્ર જાહેર કરાયો છે.
વાહન વ્યવહાર કમિશનરે 15 ઓક્ટોબરે થયેલી બેઠકમાં આ નિર્ણય લીધો છે. જે અંતર્ગત પરિપત્ર જાહેર કર્યો છે તે મુજબ, રીક્ષાઓને ગુજરાતમાં દરેક માર્ગ પર ચલાવવાની છૂટ આપવામાં આવે છે. જોકે, તે માટે એક ખાસ જોગવાઈ છે કે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ-સીએનજી, પેટ્રોલ તથા ઈલેક્ટ્રિક બેટરીથી ચાલતી રીક્ષાઓને એક્સપ્રેસ વે સિવાયના માર્ગો પર ચલાવી શકાશે.
ખાસ ધ્યાન રાખવા જેવી બાબત
રીક્ષાને સામાન્ય રીતે ચાર પ્રકારની પરમિટ મળતી હોય છે. તેમાં પરમિટના વિસ્તાર તરીકે શહેર, જિલ્લો કે દર્શાવવામાં આવેલા શહેરમાં જ ફેરવવા દેવાય છે. હવે આ બંધનમાંથી તમામ રિક્ષાઓને મુક્તિ આપી દેવામાં આવી છે. જોકે ડીઝલથી ચાલતી રિક્ષાઓને કારણે પ્રદૂષણ વધુ થાય છે, તેથી તેને શહેરોમાં ફરવા દેવાની છૂટ અપાઈ નથી. પરંતુ જે શહેરોમાં સીએનજી સ્ટેશન નહિ હોય તેવા શહેરોમાં ડિઝલ રિક્ષાઓ ફેરવવાની છૂટ ચાલુ રાખવામાં આવી છે. હવાનું પ્રદુષણ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ, મોટર વેહિકલ એક્ટની કલમ ૩૯ અંતર્ગત ગુજરાતમાં ગમે ત્યાં રીક્ષા ફેરવી શકાશે. જોકે, ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી પેસેન્જર રિક્ષાઓને સમગ્ર ગુજરાતમાં ફેરવવાની પહેલાથી જ છૂટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે