દિલ્હીથી તેડું આવતા ફટાફટ દોડ્યા નેતાઓ : સંગઠન અને બોર્ડ નિગમ માટે ગમે ત્યારે આવશે આદેશ

Gujarat BJP : ભુપેન્દ્ર પટેલ બે વાર દિલ્હી હાઈકમાન્ડને ઉપરાઉપરી મળ્યા છે. તો હાલમાં વડાપ્રધાન પણ ગુજરાતમાં આવી ચૂક્યા છે. ત્યારે અચાનક દિલ્હીથી આવેલું તેડું અનેક શંકાઓ પેદા કરે છે. એવુ તો શું થયું કે સવાર સવારમાં તેો દિલ્હી પહોંચી ગયા

દિલ્હીથી તેડું આવતા ફટાફટ દોડ્યા નેતાઓ : સંગઠન અને બોર્ડ નિગમ માટે ગમે ત્યારે આવશે આદેશ

Gujarat Politics : BJP board રાજ્યના મહત્વના બોર્ડ નિગમમાં નિમણૂંકનો દોર ક્યારે શરૂ થશે તેવો લાંબા સમયથી પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી 60થી વધુ બોર્ડ નિગમમાં જગ્યા ખાલી છે. છેલ્લા કેટલાક સમયથી BJP બોર્ડ નિગમની નિમણૂંકને લઈને અનેક અટકળો ચાલી રહી છે. હાલ ભાજપના કાર્યકરોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આ નિમણૂંકો જલ્દી જ થાય તેવા અણસાર દેખાઈ રહ્યાં છે. હવે ગમે તે સમયે બોર્ડ-નિગમોના પદોની લ્હાણી થઈ શકે છે. આ સાથે જ ભાજપ સંગઠનમાં પણ ફેરફાર નક્કી જ છે. કારણ કે, મોદી-શાહની હાજરીમાં ગુજરાતના નેતાઓની મળેલી અઢી કલાક બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. 

શુક્રવારે દિલ્હીમાં પીએમ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને સીએમના મુખ્યમ અગ્રસચિવ કૈલાસનાથનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા છે. અઢી કલાક ચાલેલી બેઠક બાદ સરકાર અને સંગઠનમાં અનેક મોટા બદલાવ આવશે તેવુ ચર્ચાઈ રહ્યું છે. 

અઢી કલાકની બેઠકમાં ગુજરાત સરકાર, પ્રદેશ સંગઠન અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રોડમેપ બનાવાયો છે. તેમજ બે વર્ષથી ખાલી પડેલા બોર્ડ-નિગમમાં બિન સરકારી પ્રતિનિધિઓની નિયુક્તિ અંગે પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. જે બહુ મોટી વાત છે. કારણ કે બોર્ડ નિગમમાં અધ્યક્ષની નિમણૂંકક માટે લિસ્ટ તૈયાર થઈ ગયા પછી અચાનક તેના પર બ્રેક લાગી હતી. ત્યારે હાલ આ મામલે માહિતી મળી છે કે, ભાજપ હાલ સામાજિક નિગમોમાં જ અધ્યક્ષની નિમણૂંક કરે તેવી શક્યતા છે. ભાજપ તમામ બોર્ડ નિગમમાં નિમણૂંક નહિ કરે. માત્ર સામાજિક નિગમોમાં નિમણૂંક કરવા ઈચ્છે છે. 

ગુજરાત સરકારના સામાજિક ક્ષેત્રના ને વિવિધ જ્ઞાતિ સમૂહોના ઉત્કર્ષ માટે કાર્યરત બોર્ડ નિગમ, આયોગ, મંડળોમાં હવે ગેમ ત્યારે નિયુક્તિ થશે તેવી હલચલ દેખાઈ રહી છે. ન માત્ર બોર્ડ નિગમ, પરંતું ભાજપ સંગઠનમાં પણ મોટાપાયે બદલાવ આવી શકે છે. આ બધુ દિલ્હીની મીટિંગ બાદ થઈ શકવાનું છે. બોર્ડ નિગમ માટે દિલ્હીમાં ખાસ ચર્ચા થઈ હતી, જેના આધારે નવરાત્રિથી દિવાળી સુધી પદોની લ્હાણી થઈ જશે તેવુ કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્ર પટેલ બે વાર દિલ્હી હાઈકમાન્ડને ઉપરાઉપરી મળ્યા છે. તો હાલમાં વડાપ્રધાન પણ ગુજરાતમાં આવી ચૂક્યા છે. ત્યારે અચાનક દિલ્હીથી આવેલું તેડું અનેક શંકાઓ પેદા કરે છે. એવુ તો શું થયું કે સવાર સવારમાં તેો દિલ્હી પહોંચી ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news