ખેડૂતોને દેવદિવાળી ફળી, કૃષિ કાયદો રદ ગુજરાતના ખેડૂતોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી

દેશમાં લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા (Farm law) રદ્દ કરાયાની પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી છે. તેમણે સંબોધનમાં કહ્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે પૂરી સત્યનિષ્ઠાથી કાયદો લાવ્યા. પરંતુ ખેડૂતો માટેની પવિત્ર, ખેડૂતોના હિતની વાત ન સમજાવી શક્યા. હું દેશવાસીઓ પાસે ક્ષમા માગું છું. અમારી તપસ્યામાં કોઈ કમી હતી.’ ત્યારે મોદી સરકારે દેવ દિવાળીએ ખેડૂતો (Farmers Protest) ને મોટી ભેટ આપી છે. તો બીજી તરફ, પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને ગુજરાતના ખેડૂત સંગઠનોએ આવકાર્યો છે. કૃષિ કાયદા ખેંચવા બદલ સુરતના ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. 
ખેડૂતોને દેવદિવાળી ફળી, કૃષિ કાયદો રદ ગુજરાતના ખેડૂતોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી

ઝી મીડિયા/બ્યૂરો :દેશમાં લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદા (Farm law) રદ્દ કરાયાની પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) એ રાષ્ટ્રજોગ સંબોધનમાં જાહેરાત કરી છે. તેમણે સંબોધનમાં કહ્યું કે, ખેડૂતોના કલ્યાણ માટે પૂરી સત્યનિષ્ઠાથી કાયદો લાવ્યા. પરંતુ ખેડૂતો માટેની પવિત્ર, ખેડૂતોના હિતની વાત ન સમજાવી શક્યા. હું દેશવાસીઓ પાસે ક્ષમા માગું છું. અમારી તપસ્યામાં કોઈ કમી હતી.’ ત્યારે મોદી સરકારે દેવ દિવાળીએ ખેડૂતો (Farmers Protest) ને મોટી ભેટ આપી છે. તો બીજી તરફ, પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને ગુજરાતના ખેડૂત સંગઠનોએ આવકાર્યો છે. કૃષિ કાયદા ખેંચવા બદલ સુરતના ખેડૂતોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. 

સરકારના આ નિર્ણયથી ખેડૂતોની જીત થઈ છે. તેમના આંદોલન (Kisan Andolan) નો સુખદ અંત આવ્યો છે. ગુજરાતમાંથી અનેક ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતા. જેમની લડતનો પણ સુખદ અંત આવ્યો છે. 

ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયાએ જણાવ્યું, લાભ હોય તો ખેડૂતો કાયદો સ્વીકારે, પરંતુ હાલ અનેક એપીએમસીને તાળા વાગી ગયા છે. ખેડૂતો આ કાયદો પરત લેવાથી ખુશ છે. આ કાયદો પરત ખેંચાય તેમાં જ તેમનુ હિત છે. પોતાની જમીન બચાવી શકે અને પોતાની પ્રોડક્ટ સારી રીતે વેચી શકે તેના માટે ખેડૂતોની લડાઈ હતી. જેનો સુખદ અંત આવ્યો છે. મોટી બ્રાન્ડને જ આ કાયદાથી ફાયદો હતો. જેથી ખેડૂતોની આ સરકાર સામે મોટામાં મોટી જીત છે. 

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ભાજપના ત્રણેય કાયદા ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂતોના હિત માટે હતા. લોકશાહીમાં લોકોને સંતોષ આપવા દરેક સરકાર પ્રયાસ કરે છે. પીએમના નિર્ણયને આવકારીએ છીએ. ખેડૂતોની મનની મૂંઝવણ દૂર કરવાનો આ પ્રયાસ હોઈ શકે. ખેડૂતોની ગેરસમજ દૂર કરવા વડાપ્રધાને આ નિર્ણય લીધો છે.  

રાજકોટના ખેડૂતે જણાવ્યું કે, આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. લાંબો સમય આ કાયદાને રદ કરવા આંદોલન કરાયા હતા. સરકારે વિચાર કરીને જે જાહેરાત કરી છે તે ખેડૂતોને રાજી કરવાનો પ્રયાસ છે. આ કાયદો ભલે રદ કર્યો, પણ હવે ખેડૂતોના હિતમાં કેવો કાયદો લાવવો જોઈએ, હકીકતમાં ખેડૂતોનુ હિત કરવુ હોય તો એસીમાં બેસતા અધિકારીઓ ખેતરમાં આવીને ખેડૂતોની સમસ્યાઓ સાંભળે. સરકાર હવે ખેડૂતોના હિતમાં કાયદો બનાવે તેવી અમારી માંગ છે. તો અન્ય ખેડૂતે જણાવ્યું કે, આ કાયદાને રદ કરવા બે વર્ષથી લડત ચાલી રહી હતી. આજે ખેડૂતો અતિ આનંદમાં છે. આ માટે આપણે સરકારનો આભાર માનીએ છીએ. સરકાર હવે ગ્રાઉન્ડ પર જઈને મંતવ્ય લઈને કાયદો બનાવે તેવી અમારી ઈચ્છા છે. આ કાયદાને લઈને ખેડૂતોમાં અનેક ભય હતા. અમારી માંગણી એમએસપી છે. એક ભાવ જાહેર થઈ જાત તેનાથી નીચેના ભાવે કોઈ ખરીદી ન કરવી જોઈએ. તેના માટે કાયદો લાવવો જોઈએ. પંજાબ હરિયાણાએ આ બીડુ માથા પર લીધુ હતું, આજે તેમની મહેનત ફળી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news