પોલીસ સ્ટેશનમાં કઈ રીતે થયું આરોપીનું મોત? મૃતદેહ પરથી ઈજાના નિશાન મળતા ઉઠ્યાં અનેક સવાલો
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં જુગારના આરોપીનું મોત. મૃતદેહ પરથી મળ્યા ઈજાના નિશાન. પરિવારજનોએ લાશ સ્વીકારવાનો કર્યો ઈન્કાર. ઘટનાથી મચ્યો હડકંપ. જુગાર કેસમાં પકડેલા આરોપીનું પોલીસ કસ્ટડીમાં થયું મોત! કુવાડવા પોલીસ સ્ટેશનમાં રાત્રે 2:15 વાગ્યે આરોપી થઈ ગયો બેભાન. પરિવારજનોએ કહ્યું, સવારે 4 વાગ્યે જાણ કરી, મૃતદેહ પર ઇજાના નિશાન છે.
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત
કસ્ટડિયલ ડેથ થતાં પોલીસ સામે ઉઠ્યા સવાલ
મૃતદેહ પરથી મળ્યા ઈજાના નિશાન
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ : રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં જુગાર કેસમાં ઝડપેલાં આરોપીનું મોત થયું છે. મૃતક જેન્તી અગેચણીયા બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસ કસ્ટડીમાં મોત થતા પરિવારજનોએ તટસ્થ તપાસની માંગ સાથે મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કર્યો છે.
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે 2:15 વાગ્યે આરોપી બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સિવિલ હોસ્પિટલના તબીબોએ આરોપી જેન્તી અગેચણીયાને મૃત જાહેર કર્યો હતો. મૃતક જેન્તીના ભાઈ વિનુભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું કે, અમે મનહરપુર 1માં રહીએ છીએ. ગઈકાલે રાત્રે 10 વાગ્યે કુવાડવા પોલીસના સ્ટાફે આવીને મારા ભાઈ જેન્તીને ઘરે થી લઈ ગયા હતા. વહેલી સવારે 4 વાગ્યે પોલીસનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા ભાઈ જેન્તીની તબિયત ખરાબ છે સિવિલ હોસ્પિટલ આવો. જેથી અમે સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે મૃતદેહ હતો. શરીર પર ઇજા હોવાનું જોવા મળ્યું છે. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં શું કારણ સામે આવે છે તેની રાહ જોઈએ છીએ. જ્યાં સુધી તટસ્થ તપાસ કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહિ.
આ પણ ખાસ વાંચોઃલસણના આ ઉપાયથી તમે બની શકો છો કરોડપતિ, ઉપાય અપનાવીને જુઓFD પર આ બેંકો આપી રહી છે સૌથી વધુ વ્યાજ, 'અદાણી-અંબાણી' અહીંથી જ કમાય છે રૂપિયા!ચૂલાની રાખમાં એવું શું હોય છેકે, લોકો ઉંચી કિંમતે ઓનલાઈન મંગાવી રહ્યાં છે આ ભુકો?
રાજકોટ ઇસ્ટ ઝોનના ACP મનોજ શર્માએ જણાવ્યું હતું કે, ગઈકાલે પોલીસે જુગારની રેઇડ કરી હતી.જેમાં 4 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. રાત્રે ઇન્વેસ્ટિગેશન રૂમમાં આરોપી જેન્તી 2:15 વાગ્યે બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. પરિવારજનોની માંગ છે તે મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ તેનું ઇન્કવેશ ભરવામાં આવશે. જોકે મોત પાછળ શું કારણ છે તે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પછી જ સામે આવશે.
આ પણ ખાસ વાંચોઃરૂપિયા બનાવવા હોય તો જાણીલો આ સ્કીમ, પ્રધાનમંત્રીએ પોતે આ યોજનામાં કર્યું છે રોકાણ!એક લાખના રોકાણ પર દર મહિને આવશે 10 લાખ રૂપિયા, નોકરી છોડો અને આ ધંધો કરો!સરકારની જાહેરાત બાદ સીનિયર સીટીજનોની બલ્લેબલ્લે, દર મહિને મળશે 20 હજાર રૂપિયા!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે