ભુપેન્દ્રસિંહને સ્ટે આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર, સુપ્રીમમાં જવાની તૈયારી અંગે ટ્વીટ કરીને માહિતી આપી

ગુજરાતના શિક્ષણ મંત્રી અને ધોળકા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આજે હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો હતો. હાઇકોર્ટ દ્વારા ધોળકા વિસ્તારની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. જો કે સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા નાટકીય ઘટના ક્રમના અંતે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તેમને હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. જો કે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં આ કેસને પડકારશે. આ માટે તેમણે દિવસભર હાઇકોર્ટનાં કેસ લડેડા વકીલ અને સુપ્રીમ કોર્ટનાં કેસ લડનારા વકીલો સાથે બેઠક કરી હતી.

ભુપેન્દ્રસિંહને સ્ટે આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર, સુપ્રીમમાં જવાની તૈયારી અંગે ટ્વીટ કરીને માહિતી આપી

અમદાવાદ : ગુજરાતના શિક્ષણ મંત્રી અને ધોળકા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આજે હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો હતો. હાઇકોર્ટ દ્વારા ધોળકા વિસ્તારની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. જો કે સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા નાટકીય ઘટના ક્રમના અંતે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તેમને હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. જો કે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં આ કેસને પડકારશે. આ માટે તેમણે દિવસભર હાઇકોર્ટનાં કેસ લડેડા વકીલ અને સુપ્રીમ કોર્ટનાં કેસ લડનારા વકીલો સાથે બેઠક કરી હતી.

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે. હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે જ નહિ, પરંતુ ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર માટે પણ સૌથી મોટો ઝટકો છે.

હાલ, સરકાર જ્યારે કોરોનાની મહામારી અટકાવવામાં અસફળ રહી છે, ત્યારે આ બીજો મોટો ઝટકો ગુજરાત સરકારે મળ્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસે આ ચુકાદાથી ખુશી વ્યક્ત કરી છે. વીડિયો કોન્ફરન્સથી હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. 2017માં ધોળકા બેઠક પર થયેલી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતની ચૂંટણી કેન્સલ થઈ છે. આ ચુકાદામાં હાઈકોર્ટનું મહત્વનું અવલોકન એવુ છે કે, દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news