રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ

Loksabha Election 2024: ચૂંટણી દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા નથી. અનેક નેતાઓ બેફામ નિવેદન આપી રહ્યાં છે. રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપનાર ભાજપ નેતા ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી શકે છે. 

રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપતા વધી ભૂપત ભાયાણીની મુશ્કેલી, કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલાયો રિપોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 7 મેએ મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યાં છે. સૌપ્રથમ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપી વિવાદ ઉભો કર્યો હતો. ત્યારબાદ આમ આદમી છોડી ભાજપમાં આવેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું હતું. હવે ભૂપત ભાયાણીની મુશ્કેલી વધી શકે છે.

ભૂપત ભાયાણીનું નિવેદન આચારસંહિતાનો ભંગ
પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ભૂપત ભાયાણીએ બેફામ વાણીવિલાસ કર્યો હતો. ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. ત્યારબાદ ભાયાણી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીનું આ નિવેદન આચારસંહિતાનો ભંગ છે. આ મામલે રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ કરી છે. ભૂપત ભાયાણી મામલાનો રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચમાં કરવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય ચૂંટણી પંચ ભૂપત ભાયાણી સામે પગલા ભરવા આખરી નિર્ણય લેશે.

શું બોલ્યા હતા ભાજપના નેતા
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીનો બફાટ  વાયરલ થયો હતો. વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિવાદિત નિવેદન આપતા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યાં હતા. તેમણે કહ્યુ હતું  કે, રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન આપી શકાય.  

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કરી હતી કાર્યવાહીની માંગ
ભાજપ નેતાના નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યુ હતું કે ભાજપ ભૂપત ભાયાણી વિરુદ્ધ કાર્યવાહી કરે. આ પ્રકારનું નિવેદન નિંદનીય છે. તેમણે કહ્યું હતું કે આ મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news