તાંત્રિકે પાડોશી બાળકીને જબરદસ્તીથી હવનકુંડ પાસે બેસાડી, માતા જોઈ ગઈ તો...

Superstition : ભરૂચમાં 5 વર્ષની બાળકી સાથે તાંત્રિક વિધિનો આક્ષેપ...તાંત્રિકે બાળકીની માતા સાથે પણ ઝપાઝપી કર્યાનો આરોપ..વિસ્તારમાં બૂમાબૂમ થતાં લોકો દોડી આવ્યા...તાંત્રિકે લોકો પર આક્ષેપ કરતાં કહ્યું--કે મને પણ લોકોએ માર માર્યો...

તાંત્રિકે પાડોશી બાળકીને જબરદસ્તીથી હવનકુંડ પાસે બેસાડી, માતા જોઈ ગઈ તો...

Bharuch News : ભરૂચના તવરામાં તાંત્રિકનું તાંડવ જોવા મળ્યું. એક તાંત્રિકે 5 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને બાળકીની માતા સાથે ઝપાઝપી અને બાળકીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. તાંત્રિકનું કામ કરતા શખ્સે બાજુમાં જ રહેતી બાળકીને ઘરે લઈ જઈ હવનકુંડની બાજુમાં બેસાડી હતી. ત્યારે માતાને ખબર પડતાં બુમરાણ મચાવી હતી. જેને પગલે આખી સોસાયટી ભેગી થઈ હતી. તો સાથે જ પાછળના દરવાજેથી માતા બાળકીને લેવા ગઈ તો તાંત્રિક વિધિ કરનારે તેની છેડતી કરી હતી. 
 
બન્યું એમ હતું કે, ભરુચના તવરામા એક સોસાયટીમાં એક પરપ્રાંતિય તાંત્રિક શિવદયાલ શ્રીવાસ્તવ શુક્રવારે એક બાળકીને ઉપાડીને લઈ ગયો હતો. આ બાળકી પાડોશમાં રહે છે. બાળકી ઘરમાંથી ગાયબ થતા તેની માતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ કરતી માતાને બાળકીનો અવાજ આવ્યો હતો. તેણે ધ્યાનથી જોયું તો બાજુના રૂમમાંથી દીકરીનો અવાજ આવતો હતો. તેથી મહિલા પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસી હતી.

આ બાદ મહિલાએ જે જોયું તે સ્તબ્ધ કરી દે તેવું હતું. પાછળના દરવાજે માતા ઘરમાં ઘૂસતા બાળકી હવનકુંડ નજીક ગભરાયેલી અવસ્થામાં રડી રહી હતી. માતા દીકરીને લેવા જતા તાંત્રિકે ઝપાઝપી અને છેડતી કરી હતી. મહિલાએ દરવાજો ખખડાવીને લોકોને ભેગા કર્યા હતા. તો આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. 

બીજી તરફ, આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાએ તાંત્રિક સામે અગાઉ પણ છેડતીનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ, પોલીસે તાંત્રિકની પૂછપરછ શરૂ કરી છે કે તેણે બાળકીનું અપહરણ કેમ કર્યુ હતું અને તેણે બાળકીને હવનકુંડ પાસે કેમ બેસાડી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news