પોતાને રૂમમાં બંધ કરી કેમ રડતો હતો રોહિત શર્મા? ડિપ્રેશનમાંથી કયા ખેલાડીએ કાઢ્યો બહાર

Team India: હાલ રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે. અને તેની બેટિંગ તેની હિટિંગને કારણે ચાહકો અને ક્રિકેટની દુનિયામાં તેને હિટમેનનું નામ દઈને બોલાવે છે. પણ શું તમે જાણો છોકે, એક સમયે રોહિત ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો...

પોતાને રૂમમાં બંધ કરી કેમ રડતો હતો રોહિત શર્મા? ડિપ્રેશનમાંથી કયા ખેલાડીએ કાઢ્યો બહાર

Rohit Sharma News: ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન 'હિટમેન' રોહિત શર્મા વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રોહિત શર્મા તેની કારકિર્દીના એક તબક્કે ડિપ્રેશનમાં ગયો હતો. આટલું જ નહીં, રોહિત શર્મા પોતાને એક રૂમમાં બંધ કરીને એકલો રડતો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો કોઈ ખેલાડી રોહિત શર્માને સપોર્ટ કરવા આવ્યો ન હતો, પરંતુ એક અનુભવી તેની સાથે મક્કમતાથી ઊભો રહ્યો. જણાવી દઈએ કે આ વાતનો ખુલાસો ભારતીય મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સે કર્યો છે.

આ પણ ખાસ વાંચોઃ  IPL 2023 દરમિયાન આવ્યાં ખરાબ સમાચાર! રોહિત-વિરાટને અધવચ્ચે જ છોડવી પડશે ટુર્નામેન્ટ
​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
આ પણ ખાસ વાંચોઃ  અર્શદીપ સિંહે એક ઓવરમાં બે વાર જે LED સ્ટમ્પને તોડી નાંખ્યું શું એની કિંમત જાણો છો?
આ પણ ખાસ વાંચોઃ  ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!

માત્ર આ ખેલાડીએ આપ્યો હતો રોહિતને ટેકો-
ભારતીય મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સે શો 'બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ'માં રોહિત શર્મા સાથેની તેની વાતચીતનો ખુલાસો કર્યો છે. જેમિમા રોડ્રિગ્સે ખુલાસો કર્યો હતો કે રોહિત શર્મા 2011 વર્લ્ડ કપમાં પસંદ ન થયા બાદ તૂટી ગયો હતો અને તે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. જેમિમા રોડ્રિગ્ઝે કહ્યું, 'મેં રોહિત શર્માને પૂછ્યું કે 2011 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થયા પછી તમે હવે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહ્યા છો. શું તમે ક્યારેય આવું વિચાર્યું છે? જેના પર રોહિત શર્માએ જવાબ આપ્યો કે તે સમયે હું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો તે કોઈ જાણતું નથી.

રોહિત ધ્રૂસકે ધ્રુસકે રડતો!
જેમિમા રોડ્રિગ્ઝે કહ્યું, 'રોહિત શર્માએ મને કહ્યું કે તે સમયે માત્ર યુવરાજ સિંહ જ તેની પાસે આવ્યો હતો અને તેને ડિનર પર લઈ ગયો હતો. યુવરાજ સિંહ સિવાય તેને કોઈ હિંમત આપવા ન આવ્યું. રોહિતે કહ્યું કે તે રૂમમાં રડી રહ્યો હતો, તેથી તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. આ પછી રોહિતે કહ્યું કે મારે કોઈની સામે મારી જાતને સાબિત ન કરવી જોઈએ. હું માત્ર રમતનો આનંદ લેવા માટે રમવા માંગુ છું.

આ ઘટસ્ફોટથી મચ્યો હંગામો-
જણાવી દઈએ કે જ્યારે 2011 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરવામાં આવી ત્યારે વિરાટ કોહલીએ રોહિત શર્માને પાછળ છોડી દીધો હતો. રોહિત શર્માને બદલે વિરાટ કોહલીને પસંદ કરવામાં આવ્યો હતો. તેનું સૌથી મોટું કારણ એ હતું કે 23 જાન્યુઆરી 2011 પહેલા રમાયેલી 12 વનડેમાં રોહિત શર્મા એકપણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. આ કારણથી 2011ના વર્લ્ડ કપ માટે રોહિત શર્માના નામ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. રોહિત શર્માએ આ માટે નિરાશા વ્યક્ત કરી છે, જોકે તેણે સ્વીકાર્યું છે કે તે દરમિયાન તેનું ફોર્મ સારું ન હોવાથી તે રમી શક્યો ન હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news