દક્ષિણ આફ્રિકામાં ભરૂચના મનુબર ગામના સાજીદ કેશવણવાલાની હત્યા
હત્યાના એક દિવસ પહેલા સાજીદ ગુમ થયો હતો.
Trending Photos
ભરૂચઃ દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા થઈ છે. ભરૂચના મનુબર ગામના યુવક સાજીદ કેશવણવાલાની દક્ષિણ આફ્રિકામાં હત્યા થઈ છે. જોહનિસબર્ગથી 75 કિલોમીટર દૂર ફોકવીલ ગામમાંથી તેનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સાજીદ એક દિવસથી ગુમ હતો. સાજીદના મોતને લઈને તેના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.
મહત્વનું છે કે, સાજીદ એક દિવસ પહેલા ગુમ થયો હતો. ત્યારબાદ બીજા દિવસે હત્યા કરાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોહનિસબર્ગથી 75 કિલોમીટર દૂર ફોકવીલ ગામની આ ઘટના છે.
નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં ગુજરાતના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે. થોડા દિવસો પહેલા અંકલેશ્વરના રવિન્દ્રા ગામના યુવાનની ગોળી મારી ગત્યા કરી દેવામાં આવી હતી. તે પહેલા જોહનિસબર્ગમાં ગુજરાતી યુવક સાજીદ સીદાતની પણ હત્યા કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે