ભરતજી ઠાકોરે કરી સ્પષ્ટતા, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું
Trending Photos
અમદાવાદ :રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોર પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપાવના છે તેવી વાત ઉઠી હતી. પરંતુ આ સમગ્ર મામલે ખુદ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી. ન તો મેં ક્રોસ વોટિંગ કર્યું છે.
BIG Breaking : કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનેલા અલ્પેશ ઠાકોર-ધવલસિંહએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું
ઝી 24 કલાક સાથેની ટેલિફોનિક વાતચીતમાં ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી કે, કોંગ્રેસમાંથી મારા રાજીનામાની વાતો વાહીયાત છે. હું તમામ વાતોને રદીયો આપું છું. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે કરેલા આરોપો અંગે ભરતજી ઠાકોરે કહ્યું કે, તે બંને પક્ષમાં ગ્રૂપીઝમની વાત કરે છે તે વિશે તો તેઓ જ કહી શકશે. હું મારી વાત કરું તો મેં કોંગ્રેસ પાર્ટીને જ વોટ આપ્યો છે. મેં ક્રોસ વોટિંગ કર્યું નથી.
તેમણે એમ પણ કહ્યું કે, હું કોંગ્રેસ સાથે જ જાડોયેલો છું, અને તેની સાથે જ જોડાયેલો રહીશ. કોંગ્રસના મેન્ડેટ પર લોકોએ મને વોટ આપ્યો છે, તેથી હું પાર્ટી સાથે દ્રોહ નથી કરી શકતો. સમાજના લોકોએ મને જે માનપાન આપ્યુ છે, તેથી જે પણ કામ કરીશ તે મતદારો અને પાર્ટીને સાથે રાખીને કામ કરીશ.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ન માત્ર કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે, પરંતુ બંનેએ આજે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી માટે પક્ષ વિરોધી ક્રોસ વોટિંગ પણ કર્યું છે. કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 69 થઈ ગયું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે