આધારકાર્ડ ન હોય તો સાવધાન! જો આધારકાર્ડ નહી હોય તો નહી મળે Coronavirus ની વેક્સીન !

કોરોનાને કારણે હાલ સમગ્ર રાષ્ટ્રમાં હાહાકાર મચી રહ્યો છે. લોકો કોરોનાને કારણે સ્થિતી વિકટ બની રહી છે. લોકો હાલ તો વેક્સીનની રાહ જોઇ રહ્યા છે. સમગ્ર વિશ્વના લોકો કોરોનાની રસીની રાહ જોઇ રહ્યા છે. અલગ અલગ દેશની સરકાર કોરોનાની રસીની રાહ જોઇ રહ્યા છે. તેવામાં ભારત સરકાર દ્વારા પણ કોરોનાની રસી જો આવે તો કઇ રીતે આપવામાં આવશે તે અંગેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, જો રસી આવે તો સૌથી પહેલા ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી આપવામાં આવશે. 
આધારકાર્ડ ન હોય તો સાવધાન! જો આધારકાર્ડ નહી હોય તો નહી મળે Coronavirus ની વેક્સીન !

અમદાવાદ : કોરોનાને કારણે હાલ સમગ્ર રાષ્ટ્રમાં હાહાકાર મચી રહ્યો છે. લોકો કોરોનાને કારણે સ્થિતી વિકટ બની રહી છે. લોકો હાલ તો વેક્સીનની રાહ જોઇ રહ્યા છે. સમગ્ર વિશ્વના લોકો કોરોનાની રસીની રાહ જોઇ રહ્યા છે. અલગ અલગ દેશની સરકાર કોરોનાની રસીની રાહ જોઇ રહ્યા છે. તેવામાં ભારત સરકાર દ્વારા પણ કોરોનાની રસી જો આવે તો કઇ રીતે આપવામાં આવશે તે અંગેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, જો રસી આવે તો સૌથી પહેલા ફ્રન્ટ લાઇન વોરિયર્સને રસી આપવામાં આવશે. 

ફ્રંટલાઇન વોરિયરને આપવામાં આવશે વેક્સિન
ફ્રંટલાઇન વોરિયરમાં સૌ પ્રથમ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને રસી આપવામાં આવશે. ત્યાર બાદ પોલીસ અને અન્ય લોકોને પણ રસી આપવામાં આવ્યો છે. જો કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી 18 પાનાની ગાઇડલાઇન રાજ્ય સરકારે મોકલી છે. જેમાં આધારકાર્ડ નહી હોય તેવા લોકોને રસી નહી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અથવા તો જો રસી અંતિમ તબક્કામાં આપવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

ગુજરાત સરકારને ડેટા તૈયાર કરવા માટે આદેશ
ગુરૂવાર સુધીમાં ગુજરાત સરકારે અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં કામ કરતા ડોક્ટર્સ, નર્સ, સુપરવાઇઝર, મેડિકલ અધિકારી, પેરામેડિકલ સ્ટાફ, સંશોધકો અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા 25 ઓક્ટોબર સુધીમાં સરકાર રજુ કરે ડેટાતમામ લકોના ડેટા મંગાવ્યો છે. જે 25 ઓક્ટોબર સુધીમાં કેન્દ્ર સરકારને મોકલવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હોસ્પિટલના ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, હેલ્થ વર્કર સહિત કુલ 50 હજાર હેલ્થ સ્ટાફનો ડેટા તૈયાર કરાયો છે. જેમને પ્રથમ તબક્કામાં રસી આપવામાં આવશે.

રાજ્ય સરકાર આ પ્રકારે આપશે ડેટા
કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર રસી માટે ડોક્ટર સહિત તમામ હેલ્થ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્ટાફને રસી માટે જરૂરી પુરાવા રજુ કરવા પડશે. જેમાં તેમનાં ફોટો આઇડી, ફોટો આઇડી નંબર, જન્મતારીખ, મોબાઇલનંબર, તેઓ જે ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા તેમના આઇડીનંબર વગેરે વિગત આપવી પડશે. 

મોનિટરિંગ માટે ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક
કેન્દ્ર સરકારે કોરોનાની રસી માટે ખાસ COVID 19 બેનિફિશયરી મેનેજમેન્ટ સિસ્ટમ (CVBMS) તૈયાર કર્યું છે. જે અંતર્ગત નેશનલ કોવિડ વેક્સિન સેલ પણ બનાવાશે. જે સેલ ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક સ્થાપવામાં આવશે. જે રસીકરણની સમગ્ર પ્રક્રિયા પર ધ્યાન આપશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news