વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને થશે લાભ, Dy CM નીતિન પટેલની મોટી જાહેરાત

નવા વર્ષના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારના નાણાંમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત બહાર રાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ કક્ષાના અભ્યાસ કરનાઓને નિગમની યોજનાઓનો લાભ આપવામાં આવશે. 

વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને થશે લાભ, Dy CM નીતિન પટેલની મોટી જાહેરાત

હિતલ પારેખ/ગાંધીનગર: નવા વર્ષના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારના નાણાંમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત બહાર રાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ કક્ષાના અભ્યાસ કરનાઓને નિગમની યોજનાઓનો લાભ આપવામાં આવશે. 

અત્યાર સુધી રાજ્ય સરકારા દ્વારા વિદેશમાં અને રાજ્ય બહાર એમબીબીએસનો અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને જ રૂપિયા 15 લાખાની લોન આપવામાં આવતી હતી. જેમાં બદલાવ કરીને હવે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જો વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે રાજ્ય સરકાર તરફથી સસ્તા દરની લોન રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.

વૃદ્ધ ઉપર સૂતા હતા ત્યારે પાંચ જણાએ નીચે ઝેર ગટગટાવીને મોત વ્હાલુ કર્યું હતું

કોંગ્રેસ પર પણ કર્યો પ્રહાર 
વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે, ભાજપ સામે કોંગ્રેસ પ્રશ્નો ઉભા કરે છે પણ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ શાસિત રાજ્યમાં બિન અનામત જ્ઞાતિને કોઈ લાભ આપ્યો હોય તેવી કહેવાની સ્થિતિમાં નથી.  કોંગ્રેસ માત્ર પ્રશ્નો જ‌ ઉભા કરે છે. કોંગ્રેસ માત્ર પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરે છે.

નીતિન પટેલની પત્રકાર પરિષદના મહત્વના મુદ્દાઓ 

  • બિન અનામત વર્ગ માટેની આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો.
  • ૩ લાખની આવકની જગ્યાએ સાડા ચાર લાખ કરવામાં આવી છે. 
  • વિદેશમાં અભ્યાસ કરવા માટેની આવક સાડા ચાર લાખ હતી તેમાં વધારો કરી 6 લાખ કરવામાં આવી છે. 
  • વિદેશમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મળશે 15 લાખની લોન મળશે
  • એમ.બી.બી.એસ જેવા અભ્યાસ ક્રમ ગુજરાતમાં અભ્યાસ કરતો સહાય મળતી હતી. તેમા સુધારો કરી રાજ્ય બહાર જાય તેવા વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે.
  • અત્યારે સુધી વિદેશ જનાર મેડિકલ અભ્યાસ માટે જ આપવામાં આવતી હતી. તેની જગ્યાએ હવે મેડિકલ સિવાયના અભ્યાસ ક્રમ માટે આપવામાં આવશે.
  • રસ્તા વ્યાજની લોન મળશે. 
  • સ્નાતકનો અભ્યાસ ગુજરાતમાં કરેલો હોય તેને આ લોનની શરત રહેશે.
  • બિન અનામત નિગમ દ્વારા યોજનાનો લાભ મળશે.
  • આજથી જ આ નિર્ણયનો અમલ કરવાનો સરકારનો નિર્ણય
  • વય મર્યાદા વધારવામાં કેન્દ્ર સરકાર નિયમ અને સુપ્રીમ કોર્ટેના ચુકાદોને  કારણે મુશ્કેલી છે. 
  • ગત વર્ષે આ યોજના શરૂ કરી હતી. સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિ ઓનું લીસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. 
  • મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના અને બિન અનામત નિગમની અલગ અલગ છે,
  • મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના માં આવકની મર્યાદા હતી કે તેમાં એક વર્ષ માં આવક વધી હોય જમીન કે મિલકતના વેચાણને કારણે હોય તો તે આવક નહીં ગણવામાં આવે
  • બજેટ પુરતાં પ્રમાણમાં છે યોજના આગળ વધે તે પ્રમાણે બજેટમાં વધારો કરવામાં આવે છે.
  • વય મર્યાદા છુટછાટની કોઈ ચર્ચા કરવામાં આવી નથી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news