માર્ચ મહિનાથી જ આકરી ગરમી માટે તૈયાર રહો, હવામાન એક્સપર્ટની મોટી આગાહી

ગુજરાતમાં મોસમ જેવુ કંઈ હવે રહ્યુ નથી. ગરમીમાં ઠંડી લાગે, શિયાળામા વરસાદ પડે, અને ચોમાસામાં ગરમી વર્તાય. બારેમાસ વાતાવરણમાં પલટો આવ્યા કરે છે. પરંતુ ગુજરાતની ગરમીની પેટર્નમાં કોઈ બદલાવ આવતો નથી. ગુજરાતમાં એવી ગરમી પડે કે ભૂક્કા બોલાવી દે. આ વર્ષે પણ ગરમી ગુજરાતીઓ માટે આકરી સાબિત થશે. 
માર્ચ મહિનાથી જ આકરી ગરમી માટે તૈયાર રહો, હવામાન એક્સપર્ટની મોટી આગાહી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં મોસમ જેવુ કંઈ હવે રહ્યુ નથી. ગરમીમાં ઠંડી લાગે, શિયાળામા વરસાદ પડે, અને ચોમાસામાં ગરમી વર્તાય. બારેમાસ વાતાવરણમાં પલટો આવ્યા કરે છે. પરંતુ ગુજરાતની ગરમીની પેટર્નમાં કોઈ બદલાવ આવતો નથી. ગુજરાતમાં એવી ગરમી પડે કે ભૂક્કા બોલાવી દે. આ વર્ષે પણ ગરમી ગુજરાતીઓ માટે આકરી સાબિત થશે. 

ગુજરાતમાં હાલ હોળી પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. એમ કહેવાય કે ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે એક્સપર્ટસનું કહેવુ છે કે, માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હિટવેવનો સામનો કરવો પડશે. 

હવામાન તજજ્ઞોનું કહેવુ છે કે, હાલ ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઉંચો જશે. 10 થી 16 માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને 40 ડિગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં લોકોને હિટવેવનો સામનો કરવો પડશે. આ સીઝનની પહેલી હિટવેવ સાબિત થશે. 

હાલ ઉત્તર દિશાથી પવન ફૂંકાઈ રહ્યો છે. તો આગામી સપ્તાહથી ઉત્તર પશ્ચિમથી પવન ફૂંકાશે. તેમજ 16 માર્ચના આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. આમ, માર્ચ મહિનાથી જ ગુજરાતીઓને હિટવેવનો સામનો કરવો પડી શકે છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયુ વાતાવરણમાં છવાયુ હતું અને ક્યાંક કમોસમી વરસાદ પડ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news