B.Com સેમેસ્ટર 6ની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં લીક, NSUIએ કર્યો આક્ષેપ
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી તથા અન્ય યુનિવર્સિટીની પરીક્ષાના પેપર લીક કરવાથી લઈને પરીક્ષા ખંડમાં કોપી કરવા સુધીના કિસ્સા બહાર આવતા હોય છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની આજની પરીક્ષાનું પેપર લીક થયાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
B.COM સેમિસ્ટર 6નું ફંડામેન્ટલ ઓફ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. પરીક્ષાના 10 મીનિટ પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં પેપર ફરતું થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. NSUI દ્વારા પેપર લીક થયાનો આક્ષપે કરવામાં આવ્યો છે. પરિક્ષાનો સમય 10 વાગ્યાનો હતો અને પેપર તે પહેલા જ વોટ્સએપ પર ફરતું થયું હતું. કોઇ ફરિયાદ ન મળી હોવાનું યુનિવર્સિટીના પરીક્ષા નિયામક જણાવ્યું હતું. ત્યારે વધુમાં પરીક્ષા નિયામકે જણાવ્યું હતું કે, ફરિયાદ મળશે તો તપાસ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે