વિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણો

મોટાભાગે ભારતીયોને વિદેશમાં સેટલ થવાનો કે નોકરી કરવાનો મોહ હોય છે. પરંતુ ગત વર્ષે વિદેશમાં નોકરીઓની શોધ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG)ના સ્ટડીમાં એક દાવો કરાયો છે.આ ઉપરાંત અમદાવાદ માટે પણ એક મોટા સમાચાર છે અને એ પણ જાણો કે ભારતીયોને કયા દેશમાં કામ કરવું ગમે છે. 

વિદેશમાં નોકરી કરવી હોય તો આ 5 દેશ છે ભારતીયોની પહેલી પસંદ, અમદાવાદ કેમ ચર્ચામાં? એ પણ જાણો

મોટાભાગે ભારતીયોને વિદેશમાં સેટલ થવાનો કે નોકરી કરવાનો મોહ હોય છે. પરંતુ ગત વર્ષે વિદેશમાં નોકરીઓની શોધ કરનારા ભારતીયોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (BCG)ના સ્ટડીમાં એક દાવો કરાયો છે. બીસીજીના સ્ટડી ઈન્ટરનેશનલ મોબિલિટી ટ્રેન્ડ્ઝમાં કહેવાયું છે કે વિદેશમાં કામ કરવાની ઈચ્છા ધરાવનારા ભારતીયોની સંખ્યા 2020ની 78 ટકાથી ઘટીને 2023માં 54 ટકા થઈ ગઈ છે. 

ભારતમાં રહેવું ગમે?
ભારતની વાત કરીએ તો મનપસંદ ડેસ્ટનેશન તરીકે ભારતના રેંકિંગમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન 6 પોઈન્ટનો વધારો થયો છે. ભારતના મનપસંદ શહેરોની વાત કરીએ તો લોકોને બેંગ્લુરુ અને દિલ્હી કામ કરવા માટે ગમતા શહેરો છે. જો કે આ બંને શહેરોના ગ્લોબલ રેંકિંગમાં પણ જો ક ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 2018માં રિપોર્ટ લોન્ચ થયા બાદથી અમદાવાદ પહેલીવાર ટોપ 100 ગ્લોબલ શહેરોમાં સામેલ થયું છે. 

કયા દેશના લોકોને ભારતમાં ગમે?
રિપોર્ટના આધારે દાવો કરાયો છે કે અલગ અલગ દેશોના લોકો ભારતમાં કામ કરવામાં ઊંડો રસ ધરાવે છે. જેમાં સંયુક્ત આરબ અમીરાતના લોકોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ નાઈજીરિયા અને કેન્યાનો નંબર આવે છે. આ સ્થિતિ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતમાં કામની તકોની વધતી અપીલ તરફ ઈશારો કરી રહી છે. 

બીસીજીના જણાવ્યાં મુજબ હાલના વર્ષોમાં ભારત ઘરેલુ અને વૈશ્વિક સ્તર પર કરિયરની તકો શોધનારા પ્રોફેશ્નલ્સ માટે એક પસંદગીનું ડેસ્ટીનેશન બનીને ઉભર્યું છે. લોકપ્રિયતામાં આ ઉછાળો મનપસંદ કામકાજી સ્થળોના ગ્લોબલ ઈન્ડેક્સમાં ભારતના વધતા રેંકના કારણે છે. ભારતે છેલ્લા 5 વર્ષમાં આ ઈન્ડેક્સમાં 6 અંક મેળવ્યા છે. 

ભારતીયોની પસંદમાં મોટો ફેરફાર
બીજી બાજુ વિદેશમાં રોજગારની શોધ ચલાવનારા ભારતીય વર્કર્સની પ્રાથમિકતાઓમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પહેલા ભારતીયો માટે કામના હિસાબે સંયુક્ત આરબ અમીરાત પહેલી પસંદ હતું પરંતુ હવે યુએઈ આ યાદીમાં છઠ્ઠા નંબરે ધકેલાઈ ગયું છે. 

આ દેશો છે પહેલી પસંદ
હવે ભારતીયો કરિયર માટે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, જર્મની, અને બ્રિટન જેવા દેશોને વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા અને યુકે જેવા દેશ દુનિયાભરમાં પણ જગ્યા બદલવા માટે 4 ટોપ દેશોમાં સામેલ છે. શહેરોની યાદીમાં લંડન ટોપ પર છે જ્યારે ન્યૂયોર્ક પણ ટોપ 5નો ભાગ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news