દિવાળીમાં માઠા સમાચાર! સેંકડો ગુજરાતીઓનાં આસ્થાનું કેન્દ્ર મંદિર દિવાળી-બેસતા વર્ષમાં બંધ રહેશે!
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં નવા વર્ષે અનેક મંદિરોમાં દર્શન માટે પડાપડી થતી હોય છે. ભક્તો આ મંદિરના દર્શન કરીને વર્ષનો અંતિમ દિવસ અથવા તો નવા વર્ષના પ્રથમ દિવસે જ દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવતા હોય છે. જો કે કોરોના હવે ધીરે ધીરે થાળે પડી રહ્યો છે. તેવામાં ગુજરાતના લગભગ મોટા ભાગના મંદિરો ખુલ્લી રહ્યા છે. ગુજરાતના મોટા ભાગના પ્રસિદ્ધ યાત્રાધામો પણ હવે તબક્કાવાર રીતે ખુલી રહ્યા છે. દિવાળી સમયે મોટા પ્રમાણમાં લોકો પણ અહીં પહોંચીને નવુ વર્ષ ઉજવવાનાં આયોજન કરી રહ્યા છે.
ગુજરાતનાં તમામ યાત્રાધામોની હોટલોથી માંડીને ધર્મશાળાઓ પણ ફુલ થઇ રહી છે. જો કે ગુજરાતીઓના આસ્થાના કેન્દ્ર ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના લોકો જેના પર સૌથી વધારે આસ્થા ધરાવે છે તેવા ડભોડિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, દિવાળી દરમિયાન તેઓ મંદિર બંધ રાખશે. કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને 2 નવેમ્બર ધનતેરસના દિવસથી મંદિર બંધ કરી દેવાશે ત્યાર બાદ સીધું જ 5 નવેમ્બર દરમિયાન સુધી આ મંદિર બંધ રહેશે.
ગાંધીનગરના સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાન મંદિર દિવાળીના સમયમાં બંધ રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ નિર્ણય લેવાયો છે. 2 નવેમ્બર ધનતેરસના દિવસથી 5 નવેમ્બર નવા વર્ષ સુધી રહેશે બંધ. જેના કારણે સેંકડો આસ્તીકોની લાગણીને ઠેસ પહોંચી શકે છે. હાલ તો ટ્રસ્ટ દ્વારા આ અર્થની જાહેરાત કરી દેવામાં આવી છે. હાલ તો ભક્તોની લાગણી છે કે, મંદિર દિવાળી અને બેસતા વર્ષમાં ખુલ્લું રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે