Gujarat Elections 2022 : ચૂંટણી પહેલાની રાત કતલની રાત બની, વાંસદામાં ભાજપના ઉમેદવાર પર થયો હિંસક હુમલો
Gujarat Elections 2022 : 'અમારા અનંત પટેલને હરાવવા નીકળ્યો છો' કહી વાંસદામાં પિયુષ પટેલ પર હુમલો, બે મહિના પહેલા કોંગી ધારાસભ્યને પણ ગાડીમાંથી કાઢીને માર્યા હતા
Trending Photos
Gujarat Elections 2022 : ચૂંટણી પહેલા એવુ એવુ જોવા મળે છે, જાણો કે કોઈ થ્રિલર વેબસીરિઝ ન હોય. જેમાં હુમલાથી લઈને રાજકારણ સુધી બધુ જ આવી જાય. ત્યારે ચૂંટણીની આગલી રાતે દક્ષિણ ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે. નવસારીની વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહી છે. ત્યારે ચૂંટણીની આગલી રાતે વાંસદા બેઠકના ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલાનો બનાવ બન્યો હતો. અજાણ્યા ટોળાએ હુમલો કર્યો હતો. કોંગી ઉમેદવાર અનંત પટેલના કહેવા ઉપર તેમના સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ભાજપના ઉમેદવારે લગાવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર પણ હુમલો થયો હતો.
નવસારીમાં ચુંટણીના પ્રથમ ચરણના મતદાન પૂર્વે વાંસદામાં બબાલ સામે આવી. વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલની કાર ઉપર અજાણ્યાઓએ હુમલો કર્યો. વાંસદાના પ્રતાપનગરથી વાંદરવેલા જતા પિયુષ પટેલના કાફલા ઉપર હુમલો કરાયો હતો. વાંસદાના ઝરી ગામે અજાણ્યા ઈસમો દ્વારા કરવા હુમલો કરાયો હતો. જેમાં પિયુષ પટેલની કારના કાચ તૂટ્યા હતા, એટલુ જ નહિ ભાજપા ઉમેદવાર પિષુય પટેલના માથામાં પણ ઈજા થઈ હતી. જેથી હુમલા બાદ ભાજપી ઉમેદવાર અને એમના સમર્થકો વાંસદા પોલીસ મથકે પહોંચ્યા હતા. મતદાન પૂર્વે હુમલો થતા ભાજપમાં આક્રોશ છવાયો છે. હુમલો કોંગી ધારાસભ્ય અને ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ કર્યો હોવાના આક્ષેપો તેઓએ કર્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ ચરણનું મતદાન શરૂ થવા પૂર્વે નવસારીની 177 વાસદા વિધાનસભા માં રાજકારણ ઘરમાં આવ્યું છે મહત્વની વાત છે કે મતદાન અગાઉની વાત ઉમેદવારો અને તેમના સમર્થકો માટે કતલની રાત ગણાય છે ત્યારે ચીખલીથી પોતાના ઘરે જઈ રહેલા ભાજપે ઉમેદવાર વાંસદાના પ્રતાપ નગરથી વાંદરવેલા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જરી ગામ નજીક તેમની ગાડીને અજાણ્યા લોકોએ રોકી હતી. અજાણ્યા ટોળા દ્વારા ‘અનંત પટેલ સામે ઉભો રહી ચૂંટણી લડે છે આદિવાસી નેતા બનવા જાય છે’ તેવું કહીને ભાજપે ઉમેદવાર પિયુષ પટેલ ઉપર પિયુષ પટેલ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હુમલો ગાડીના કાચ તૂટવાને કારણે પિયુષ પટેલના માથા ઇજાઓ થઈ હતી. જરી ગામે ટોળાએ ઘેરી લેતા ઘટના સ્થળે પિયુષ પટેલના સમર્થકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેના કારણે ઘર્ષણ વધતા ટોળાએ ભાજપની ઉમેદવાર અને તેમના સમર્થકોની કાર ઉપર હુમલો કરતા નાસભાગ મચી હતી. તેમાં પિયુષ પટેલની કાર ઉપર લાકડા તેમજ અન્ય સાધનો વડે હુમલો કરતા તેમને બચવાનો પ્રયાસ કર્યો હતો અને ચાલકે કાર હંકારી મૂકી હતી હુમલામાં કારનો કાચ તૂટતા પિયુષ પટેલના માથામાં ઇજા થઈ હતી. જ્યારે અન્ય લોકોને પણ ટોળાએ ફટકાર્યા હતા. જોકે પિયુષ પટેલ ઘટના સ્થળેથી વાંચતા પોલીસ સ્ટેશનને પહોંચી પોલીસની ઘટનાની જાણ કરી હતી અને વાંસદા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યાં તેમના માથામાં બે ટાંકા લેવા પડ્યા હોવાની માહિતી છે સમગ્ર મુદ્દે પિયુષ પટેલે અનંત પટેલના કહેવાથી તેમના સમઝરી ગામના સમર્થક ધનજીભાઈ તેમજ અન્ય લોકોએ તેમને રોકીને એમના ઉપર હુમલો કર્યો હોવાની આક્ષેપો કર્યા છે અને અમુક એ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો દોડી આવ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાય અને તેમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિ જાણી હતી. સાથે જ ભાજપે ઉમેદવાર ની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે
ઉલ્લેખનીય છે કે, વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલી વાંસદા બેઠક જીતવા ભાજપે કમર કસી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે