ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની ATSએ કરી ધરપકડ

ગાંધીનગરના અતિચર્ચાસ્પદ એવા સિરિયલ કિલરની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ હત્યાના કેસમાં ગુજરાત પોલીસ આ કિલરની છેલ્લા ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી

ગાંધીનગરમાં એક પછી એક ત્રણ હત્યા કરનાર સિરિયલ કિલરની ATSએ કરી ધરપકડ

જાવેદ સૈયદ, ગાંધીનગર: ગાંધીનગરના અતિચર્ચાસ્પદ એવા સિરિયલ કિલરની એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણ હત્યાના કેસમાં ગુજરાત પોલીસ આ કિલરની છેલ્લા ઘણા સમયથી શોધખોળ કરી રહી હતી. જો કે, ગઇકાલે મોડી સાંજે બાતમીના આધારે સરખેજ વિસ્તારમાંથી એટીએસએ આ સિરિયલ કિલરને ઝડપી પાડ્યો હતો.

ગાંધીનગરમાં ઉપરાઉપરી થેયલી ત્રણ હત્યા બાદ પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા. આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી મોડસ ઓપરન્ડીથી કરવામાં આવી હતી. આ સિરિયલ કિલર પકડાવા માટે ગાંધીનગરના SP મયૂર ચાવડાનાં વડપણ હેઠળ બનાવાયેલી SITની ટીમ નિષ્ફળ નીવડી છે. જો કે, પોલીસે એક શંકાસ્પદ કિલરનો સ્કેચ તૈયાર કરાયો હતો. જેને લોકોએ રાની નામનો વ્યંઢળ હોવાનું ઓળખ્યું હતું. ત્યારે સિરિયલ કિલરની આ ઘટનામાં પોલીસને કેટલાક સીસીટીવી હાથ લાગ્યા છે. જેમાં રાની નામનો વ્યંગઢ એક સીસીટીવી કેમેરામાં ક્લિક થયેલો સ્પષ્ટ જોવા મળ્યો હતો.

ક્યાં અને ક્યારે આપી હત્યાને અંજામ
ગાંધીનગરમાં એક પછી એક હત્યાના કેસમાં ગત મોડી સાંજે આરોપી સિરિયલ કિલર ઝડપાઇ ગયો છે. 14મી ઓક્ટોમ્બરથી શરૂ થયેલ આ હત્યાના સીલસીલામાં કોઇ સિરિયલ કિલર હોવાનું પોલીસ માની રહી છે. ત્યારે આ સિરિયર કિલરે પહેલી હત્યા તારીખ 14 ઓક્ટોમ્બર 2018ના રોજ દંતાલી ગામે 70 હજારના દાગીનાની લૂંટ આચરી જયરામભાઇ રબારી (ઉં-60)ની હત્યા કરી હતી. ત્યારબાદ બીજી હત્યા તારીખ 9 ડિસેમ્બર 2018ના રોજ કોબા પાટીયા નજીક આવેલા પ્રેક્ષાભારતી નજીક કેશવદાસ પટેલ (ઉં-75)ની હત્યા કતરી હતી. ત્યારબાદ ત્રીજી હત્યા તારીખ 26મી જાન્યુઆરી 2019ના રોજ શેરથા ટીંઢોળા ગામ રોડ નજીક 2.5 લાખના દાગીનાની લૂંટ ચલાવી જુઠાજી મગનજી ઠાકોર (ઉં-45)ની હત્યા કરી હતી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news