અસિત વોરાના પિતરાઇ ભાઇ પણ મોટા કૌભાંડી, આજે સાંજ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય 

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ જેજે વોરાની માર્કશીટ કૌભાંડમાં હકાલપટ્ટી થઈ શકે છે. આજે સાંજ સુધીમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે. અસિત વોરાના પિતરાઇ ભાઇ પણ મોટા કૌભાંડી હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે.

અસિત વોરાના પિતરાઇ ભાઇ પણ મોટા કૌભાંડી, આજે સાંજ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય 

ગાંધીનગર: હેડ ક્લાર્ક પેપર લીકમાં સૌથી મોટો ખુલાસો થઈ શકે છે. પેપર લીક કૌભાંડમાં મોટા માથાની સંડોવણીની આશંકા સેવવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓની સાંઠગાંઠ બહાર  આવી શકે છે. જેના કારણે 10 જેટલા લોકોની પોલીસ દ્વારા પૂછપરછ થઈ રહી છે. સાબરકાંઠા સહિત અન્ય જિલ્લાની પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે. સાબરકાંઠા SPએ DySP, LCB PI સાથે  ચર્ચા કરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઇમેલને અરજી સ્વરૂપે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ જેજે વોરાની માર્કશીટ કૌભાંડમાં હકાલપટ્ટી થઈ શકે છે. આજે સાંજ સુધીમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે. અસિત વોરાના પિતરાઇ ભાઇ પણ મોટા કૌભાંડી હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે. અસિત વોરાના પિતરાઇ ભાઇએ પણ માર્કશીટ કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં MBBSમાં ગુણ સુધાર્યા હતા. કુલપતિ જે.જે.વોરા કેમેસ્ટ્રી વિભાગના હેડ રહી ચુક્યા છે. ત્યારે MBBS ગુણ સુધારા કૌભાંડ મામલે આજે મોટો નિર્ણય આવશે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, MBBS ગુણ કૌભાંડમાં જે.જે વોરાની હકાલપટ્ટી થઇ શકે છે. તપાસ સમિતિના અધ્યક્ષ પંકજ કુમારે રિપોર્ટ સોંપ્યો હતો. કારોબારીની બેઠકમાં જે.જે.વોરાને બાકાત રખાયા છે.

પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને મળીને કેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, આજે અમે ગૌણ સેવા મંડળને રૂબરૂ જઈને વધુ પુરાવા સોંપ્યા છે. અમે અપીલ કરી છે કે મંડળ ખુદ ફરિયાદી બને. ગૌણ સેવા મંડળે કહ્યું છે કે અમે ફરિયાદી બનીશું. પેપરના લાભાર્થીઓની માહિતી અમે મંડળને આપી છે. કેટલાક પુરાવા હર્ષ સંઘવીને સોંપવામાં આવશે. અમારા પુરાવાઓની સત્યતા તપાસવાનો વિષય તંત્રનો છે. મેં જાહેર કર્યા છે એ નંબર ઉમેદવારોએ જ આપ્યા છે. મારી પાસેના પુરાવાઓ વિશ્વસનીય વ્યક્તિને જ અપાશે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી છે.

ગુજરાતમાં એક નહીં પણ બબ્બે પેપર ફૂટ્યાં હોવાના સમાચાર મળ્યા બાદ ખળભળાટ મચ્યો છે અને બંને પેપર કાંડમાં પોલીસ તપાસ ચાલી રહી છે. અસિત વોરાની અધ્યક્ષતાવાળા ગૌણ સેવા પસંદગી મંડળમાં બે મહિનામાં બે પેપર ફૂડ્યાં હોવાની પુષ્ટિ થઈ છે. હેડ ક્લર્કની ભરતી પરીક્ષાનું પેપર ફૂટ્યું તેના બે મહિના પહેલાં સબ ઓડિટરનું પેપર પણ ફૂટ્યું હતું અને તેની તપાસ ધોળકા પોલીસ કરી રહી છે. 3 પેપર માફિયાઓની ધરપકડ થઈ ચૂકી છે અને 7 પેપર માફિયાઓને પોલીસ શોધી રહી છે. 

આ કેસમાં મૂળ ધોળકાના વતની અને હાઇકોર્ટના પટાવાળાની ધોળકા પોલીસે ધરપકડ કરી છે. સબ ઓડિટરની ભરતી પરીક્ષામાં જે દસ માફિયા હતા તેમનાં નામ પણ સામે આવ્યાં છે. સબ ઓડિટરની પરીક્ષા 10મી ઓક્ટોબરે યોજાઈ હતી અને તેનું પેપર પણ ફૂટ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news