ગુજરાતના ગર્વને છિન્નભિન્ન કરે તેવી ઘટના, જંગલના રાજાને રખડતા કૂતરાની જેમ દોડાવ્યો, Video

Viral Video : સિંહની પજવણી કર્યાનો વીડિયો વાયરલ..2 સિંહોને સ્ટેટ હાઇવે ઉપર બાઇક ચાલકે દોડાવ્યા..

ગુજરાતના ગર્વને છિન્નભિન્ન કરે તેવી ઘટના, જંગલના રાજાને રખડતા કૂતરાની જેમ દોડાવ્યો, Video

કેતન બગડા/અમરેલી :એશિયાટિક લાયન માત્ર ગુજરાતમાં હોવાનો ગર્વ ગુજરાતની જનતા હંમેશાથી લેતી આવી છે. એશિયાટિક સિંહોનું જ્યાં એક તરફ સંવર્ધન કરવાની વાત કરાય છે, ત્યાં બીજી તરફ જંગલના રાજાનું જ ઘોર અપમાન કરાઈ રહ્યું છે. ગીરના જંગલમાં ફરી એકવાર સિંહોની પજવણીનો કિસ્સો બન્યો છે. ખાંભાના ડેડાણ નજીક સિંહની પજવણી કર્યાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં માનવે વિકૃતિની હદ વટાવી છે. જંગલના રાજાને રખડતા કૂતરાની જેમ દોડાવ્યો છે. 

ગુજરાતના ગર્વને છિન્નભિન્ન કરે તેવી આ ઘટના છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. અમરેલીના હાઈવે પર એક બાઈક ચાલકે 2 સિંહોની પાછળ બાઈક દોડાવીને તેમની પજવણી કરી છે. દેશની શાન ગણાતા સાવજની પજવણી કરવી એ વાઈલ્ડલાઈફ એક્ટ મુજબ ગંભીર ગુનો બને છે. ઘટનાની ગંભીરતા લઈ ધારી ગીર પૂર્વ વનવિભાગે તપાસના આદેશ આપ્યા છે. વનવિભાગ દ્વારા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરાઈ છે.

- દેશની શાન ગણાતા સાવજની પજવણી કરવી વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ ગંભીર ગુનો#LION #GirLion #Viral #ViralVideo #ZEE24Kalak #Gujarat pic.twitter.com/CsNuVn7cmX

— Zee 24 Kalak (@Zee24Kalak) September 5, 2022

ટીખળખોરોએ એશિયાટિક સિંહોની શ્વાન જેવી હાલત કરી હતી અને પોતે વિકૃત આનંદ માણ્યો હતો. તેમજ તેનો વીડિયો બનાવીને શેર પણ કર્યો. ધારી DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા ખાંભા તુલસીશ્યામ રેન્જને તપાસ કરવા આદેશ આપ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news