બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અશોક ગેહલોતે રૂપાલા નિવેદન મામલે આપી પ્રતિક્રિયા, કહ્યું કે......

રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. બનાસકાંઠામાં આ વખતે બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. આ વચ્ચે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત બનાસકાંઠામાં ગેનીબેનના પ્રચાર માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે રૂપાલાના વિવાદ પર નિવેદન આપ્યું હતું. 
 

બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અશોક ગેહલોતે રૂપાલા નિવેદન મામલે આપી પ્રતિક્રિયા, કહ્યું કે......

અલ્કેશ રાવ, બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુંપટ ગામ ખાતે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને જાલોર લોકસભા સીટના ઉમેદવાર વૈભવ ગેહલોતના પ્રચાર ખાનગી કોલ્ડ સ્ટોરેજમા બેઠક મળી હતી. જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા રાજસ્થાનના જાલોર અને બનાસકાંઠા જિલ્લાના લોકસભાના ઉમેદવારોને વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી. અશોક ગેહલોતએ રૂપાલાના નિવેદન મામલે પણ રૂપાલાની ટીકા કરી હતી..

લોકસભાની ચૂંટણીના મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.. બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જેને લઇ બંને મહિલા ઉમેદવારો પોતાની જીત માટે દરેક ગામ સભાઓ કરી રહ્યા છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુપટ ગામ પાસે આવેલ ખાનગી કોલ્ડ સ્ટોરેજમા ડીસા માળી સમાજના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો સાથે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત એ બેઠક કરી હતી જે બેઠકમા માળી સમાજના આગેવાનો અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્યો ગુલાબસિંહ રાજપૂત, શિવાજી ભુરીયા, નથાભાઈ પટેલ, સહીત કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમા અશોક ગહેલોતએ કહ્યું હતું આ ચૂંટણીમા કોંગ્રેસનું મેનીફેસ્ટો વાંચવું જરૂરી છે. દરેક ને ધ્યાનમા રાખીને મેનીફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે. ભાજપ કહે છે પણ કરતું નથી. હું અને મોદી બન્ને સાથે મુખ્યમંત્રી હતા. ત્યારે ખેડૂતો માટે અનેક વાતો કરી હતી. આજે તે ખુદ કેન્દ્રમાં બેઠા છે ખેડૂતોની કોઇ વાત સાંભળતા નથી. દરેક વર્ગ માટે અમે અમારી કોંગ્રેસ ની સરકાર મા રાજસ્થાન મા કામ કર્યા છે.ત્યારે લોકસભામા કોંગ્રેસ ના ઉમેદવાર ને વિજેતા બનાવવા વિંનતી કરૂ છુ.. તેઓ કહે છે કે અગલી બાર 400 પાર તેમાં કોઈ દમ નથી.

રૂપાલા મામલે અશોક ગેહલોતે નિવેદન આપ્યું હતું કે એટલા ભણેલા ગણેલા છે છતાં રૂપાલા આવું બોલ્યું છે આવી ભાષા તેમને કોઈ સમાજ વિશે બોલવી ના જોઈએ. ડીસા તાલુકાના કુંપટ ગામ ખાતે ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં યોજાયેલ સભામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર એ જણાવ્યું હતું કે ગુજરાત મા પહેલી સીટ છે જયા લોકો વોટ તો આપશે પણ અમને આર્થિક મદદ કરે છે. ગરીબ લોકો 500 અને 1000 રૂપિયા આપી લોકશાહી બચાવવાનું કામ કરે છે.

તો સામેના પક્ષના લોકો ફાળો ઉઘરાણી કરે છે,બનાસકાંઠાની જનતાનો ભરોશો જોતા લીડ થી સીટ જીતીશું... દરેક ચૂંટણી આવે ત્યારે કાર્યકર્તાઓને એવું હોય છે કે ઉમેદવાર ખર્ચો કરશે પરંતુ આ ચૂંટણીમાં સામે આવ્યું છે કે સભાનો ખર્ચ કાર્યકર્તાઓ અને લોકો કરી રહ્યા છે.. એક બાજુ જન શક્તિ છે તો બીજી બાજુ ધન શક્તિ છે.. આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી આ ચૂંટણી જિલ્લામાં એક વ્યક્તિથી આઝાદી માટેની છે.. પરસોતમ રૂપાલા ના નિવેદન બાદ ભાજપના કાર્યકર્તાઓને જાગીદાર સમાજના લોકો પ્રચાર માટે પણ પ્રવેશવા દેતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news