320 પર આવેલો હતો IPO, હવે શેરનો ભાવ 7000 રૂપિયા નજીક જઈ શકે છે, ખરીદવા માટે પડાપડી

Info Edge (India) Ltd Share Performance: ઈન્ફો એજ લિમિટેડના શેર આજે ફોકસમાં જોવા મળ્યા. શેરોમાં આ તેજી પાછળનું કારણ એક સારા સમાચાર છે. વાત જાણે એમ છે કે શેરોમાં આ તેજી કંપની દ્વારા અપાયેલી એક બિઝનેસ અપડેટ બાદ જોવા મળી છે. 

320 પર આવેલો હતો IPO, હવે શેરનો ભાવ 7000 રૂપિયા નજીક જઈ શકે છે, ખરીદવા માટે પડાપડી

Info Edge (India) Ltd Share Performance: ઈન્ફો એજ લિમિટેડના શેર આજે ફોકસમાં જોવા મળ્યા. કંપનીના શેર આજે ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા. ઈન્ફો એજના શેર બીએસઈ પર લગભગ 10 ટકા સુધી ચડીને 6234.95 રૂપિયાના 52 અઠવાડિયાના હાઈ પર પહોંચી ગયા. શેરોમાં આ તેજી પાછળનું કારણ એક સારા સમાચાર છે. વાત જાણે એમ છે કે શેરોમાં આ તેજી કંપની દ્વારા અપાયેલી એક બિઝનેસ અપડેટ બાદ જોવા મળી છે. 

એક્સચેન્જ ફાઈલિંગમાં ઈન્ફો એજે  કહ્યું કે 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થતા ત્રિમાસિક માટે સ્ટેન્ડઅલોન બિલિંગ 826.9 કરોડ રૂપિયા રહ્યું જે માર્ચ 2023 ત્રિમાસિકમાં 748.6 કરોડ રૂપિયાથી વર્ષ દર વર્ષ (YoY) આધાર પર 10.45 ટકા વધુ છે. માર્ચ ત્રિમાસિકમાં રિક્રુટમેન્ટ સોલ્યુશન્સનું બિલિંગ 7.18 ટકા વધીને 625.4 કરોડ રૂપિયા થઈ ગયું. માર્ચ 2023 ત્રિમાસિકમાં તે 583.5 કરોડ રૂપિયા રહ્યું. માર્ચ ત્રિમાસિકમાં રિયલ એસ્ટેટ કંપની 99એકરની બિલિંગ 26.42 ટકા વધારા સાથે 131.1 કરોડ રૂપિયા રહ્યું. માર્ચ 2023 ત્રિમાસિકમાં તે 103.7 કરોડ રૂપિયા રહ્યું હતું. એકલ આધાર પર ગત નાણાકીય વર્ષમાં કંપનીનું બિલિંગ 5.47 ટકા વધીને 2495.9 કરોડ રૂપિયા રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23 માં તે 2366.3 કરોડ રૂપિયા રહ્યું હતું. 

શું છે એક્સપર્ટ્સનો મત
બ્રોકરેજ ફર્મ સિટીએ આ શેરને 6650 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ઈન્ફો એજને સેલથી બાય રેટિંગમાં અપડેટ કર્યું છે. પહેલા તેનો ટાર્ગેટ પ્રાઈસ 5150 રૂપિયા હતો. નોમુરાએ ઈન્ફો એજ પર 6210 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે બાય ટેગ જાળવી  રાખ્યો છે. ગત અઠવાડિયે ઘરેલુ બ્રોકરેજ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે સ્ટોક પર 6993 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસ સાથે ઈન્ફો એજ (ઈન્ડિયા) પર ખરીદ કોલ આપ્યો હતો. અત્રે જણાવવાનું કે ઈન્ફો એજ આઈપીઓ 290 થી 320 રૂપિયા પ્રતિ શેર પર લોન્ચ થયો હતો. કંપનીના શેર 27 એપ્રિલ 2006માં લિસ્ટ થયા હતા.  

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news