RTIમાં કેજરીવાલનો પર્દાફાશ: BJPના યજ્ઞેશ દવે સહિતના નેતાઓ AAP પર ચઢી બેઠા!

Arvind Kejriwal exposed in RTI: દિલ્લીમાં સ્કૂલોની વાતો કરતા કેજરીવાલનો RTIમાં એક ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, 2015થી 2022 સુધી કેજરીવાલે એક પણ શાળાની વિઝીટ કરી નથી. એક પણ વિદ્યાર્થી કે શિક્ષક સાથે કોઈ વાતચીત પણ કરી નથી

RTIમાં કેજરીવાલનો પર્દાફાશ: BJPના યજ્ઞેશ દવે સહિતના નેતાઓ AAP પર ચઢી બેઠા!

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં હવે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં હવે લોકોને આકર્ષિત કરી રહ્યા છે, ત્યારે ભાજપના નેતા દ્વારા RTIમાં એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ભાજપને હવે આમ આદમી પાર્ટી ટક્કર આપી રહ્યું છે, ત્યારે નેતાઓ વચ્ચે નિવેદનબાજીની રાજનીતિ હવે શરૂ થઈ ચૂકી છે. શિક્ષણની મોટી મોટી વાતો કરતા કેજરીવાલનો પર્દાફાશ થયો છે.

RTI પર્દાફાસ 
2015 થી2022સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું ...જુવો રિપોર્ટ

— Dr.Yagnesh Dave (@yagnesh_dave) September 28, 2022

દિલ્લીમાં સ્કૂલોની વાતો કરતા કેજરીવાલનો RTIમાં એક ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, 2015થી 2022 સુધી કેજરીવાલે એક પણ શાળાની વિઝીટ કરી નથી. એક પણ વિદ્યાર્થી કે શિક્ષક સાથે કોઈ વાતચીત પણ કરી નથી. એટલું જ નહીં, AAPના કોઈ ધારાસભ્યએ શાળા માટે કોઈ ગ્રાન્ટ પણ ફાળવી નથી. ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેવી રીતે મોટી જાહેરાતો કરી રહ્યું છે?

— Zee 24 Kalak (@Zee24Kalak) September 28, 2022

ગુજરાત આવીને જુઠ્ઠુ બોલતા કેજરીવાલ પર ભાજપના નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનરે ટ્વીટ કરી કેજરીવાલ પર વાર કર્યો છે. યજ્ઞેશ દવેએ ટ્વીટના માધ્યમથી કેજરીવાલને ઘેર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news