કેજરીવાલને રદ કરવો પડ્યો ઉમિયા માતાના મંદિરમાં દર્શન કાર્યક્રમ, જાણો શું છે વિવાદ
Gujarat Elections 2022 : અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉંઝામાં ઉમિયા માતાજીની મંદિરે નહીં જાય... કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના આરોપ સાથે હિન્દુ હિત રક્ષક સમિતિએ કેજરીવાલનું સ્વાગત ન કરવા ટ્રસ્ટી મંડળને લેખિતમાં કરી હતી રજૂઆત...
Trending Photos
હિતેન વિઠ્ઠલાણી/અમદાવાદ :આપના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન મહિસાણાની મુલાકાતે છે. ઊંઝામાં અરવિંદ કેજરીવાલે જાહેર સભા સંબોધી. ત્યારે આ પહેલા અરવિંદ કેજરીવાલનો ઉમિયા ધામ મંદિરે દર્શનનો કાર્યક્રમ રદ કરાયો છે. કેજરીવાલના ઉમિયા માતાના મંદિર જવા પર વિવાદ ઉભો થયો હતો. હિન્દુ હિત રક્ષક સમિતિએ વિરોધ દર્શાવ્યો હતો અને મંદિરમાં કેજરીવાલનું સ્વાગત ન કરવા માંગ કરી હતી. ત્યારે આ વિરોધને પગલે કાર્યક્રમ રદ કરાયો છે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી રહ્યાં છે. ત્યારે આજે બંને ઉમિયા માતાના મંદિરે નહિ જાય. ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઊંઝામાં સભા સંબોધી હતી. પરંતુ ગઈકાલે ઉઠેલા વિવાદને કારણે અરવિંદ કેજરીવાલે ઉમિયા માતાના મંદિરે જવાનો કાર્યક્રમ રદ કર્યો છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પત્ર ફરતો થયો હતો. જેમાં કેજરીવાલને હિન્દુ ધર્મ વિરોધી બતાવીને મંદિર ટ્રસ્ટને સ્વાગત ન કરવા કહેવાયુ હતું. ઉલ્લેખનીય છે કે, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના પાટીદાર સંબંધી વિવાદ વચ્ચે રાજ્યના પાટીદાર સમાજને સાથે રાખવા આમ આદમી પ્રયાસ પ્રયાસ કરી રહ્યું છે.
ગઈકાલે હિન્દુ હિત રક્ષક સમિતિ ધ્વારા કેજરીવાલની ઊંઝા ઉમિયાધામ સંસ્થાન દ્વારા અરવિંદ કેજરીવાલના સ્વાગત સરભરા કરવામાં ન આવે એવી લેખિત રજુઆત કરવામાં આવી હતી. હિન્દૂ હિત રક્ષક સમિતિ દ્વારા અરવિંદ કેજરીવાલને ઉમિયા માતાજી મંદિરમાં સ્વાગત સરભરા ન આપવા અપાયું લેખિત માંગ કરાઈ હતી. સાથે જ મંદિરને રાજકીય અખાડો ન બનાવે તેવો પણ ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો હતો. આપના મંત્રીઓ અને નેતાઓ હિન્દૂ દેવી દેવતામાં આસ્થા નહિ રાખતા હોવાનું કારણ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. ઊંઝામાં જાહેર સભા પહેલા ઊંઝામાં કેજરીવાલનો વિરોધ દર્શાવતા પોસ્ટરો લાગ્યા હતા. આ પોસ્ટર મનીષ બ્રહ્મભટ્ટ દ્વારા લગાવવામાં આવ્યા હતા.
તો ડીસામાં વિવિધ સ્થળોએ કેજરીવાલ વિરોધી પોસ્ટર લાગ્યા હતા. મનીષ બ્રહ્મભટ્ટ નામના શખ્સના ફોટો સાથે પણ પોસ્ટર લાગ્યા હતા. જેમા લખાયુ હતું કે, શું કેજરીવાલ બીજા મહંમદ અલી ઝીણા બનવા માગે છે? શું કેજરીવાલ માત્ર લાલચ અને તુષ્ટિકરણનું રાજકારણ કરવા માગે છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે