કેજરીવાલે BJP પર નિશાન સાધ્યું, 'ગુજરાતમાં ઇન્દ્ર દેવતા દેખી રહ્યા છે, આ વખતે તેમનું સિંહાસન ઉખડી રહ્યું છે'
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષોના મોટા નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આજે ડીસામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું.
Trending Photos
ડીસા: આજે બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતમાં જાહેર સભા યોજાઈ હતી. જ્યાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ તમામ પક્ષોના મોટા નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આજે ડીસામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું. જ્યાં અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં બદલાવની આંધી ચાલે છે. આ વખતે ગુજરાતમાં બધા લોકોને બદલાવ જોઈએ છે. કેન્દ્ર સરકારને જાસૂસી મોકલી છે. ગુજરાતમાં ઉપર ઇન્દ્ર દેવતા દેખી રહ્યા છે આ વખતે તેમનું સિંહાસન ઉખડી રહ્યું છે.
આઈબીનો રિપોર્ટ છે કે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે..આ વખતે તમે જોરથી ધક્કો મારો 150થી ઓછી સીટો આપ પાર્ટીની આવવી નહિ જોઈએ. ગુજરાતમાં આપની સરકાર બને જ છે અને પહેલું કામ ભ્રષ્ટાચાર બંધ કરવો છે. આ લોકોએ લૂંટી લીધા છે એમના છોકરા જન્મ્યા નથી એમના માટે મિલકત એમને ખરીદી લીધી છે. ગુજરાતમાં અઢી લાખ કરોડનું બજેટ છે પણ કોઈ વિકાસ થયો નથી. એક ધારાસભ્ય જોડે પહેલા 4 વિઘા જમીન હતી. હવે 1 હજાર કરોડ વિધા જમીન છે. લૂંટાયેલા બધાજ પૈસા પાછા લાવીશું. તમામ રૂપિયા ગુજરાતની જનતા માટે વાપરીશું.
તેમણે ઉમેર્યું હતું કે, કોઈ મંત્રી, ધારસભ્ય, મુખ્યમંત્રી ચોરી નહિ કરશે અને જો કરશે તો તેને અમે જેલમાં મોકલીશું. અમારો સગો ભાઈ હશે તો પણ અમે તેમને નહીં છોડીએ. 15 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખતમ કરીશું. પછી ગુજરાત સરકાર ખોટમાં નહિ હોય. 1 માર્ચથી પુરા ગુજરાતમાં વીજળી બિલ મફત કરીશું. પુરા ભારતમાં સૌથી વધારે મોંઘવારી ગુજરાતમાં વધારે છે. કારણકે ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધારે છે, આમને ઉખાડીને ફેંકી દો. એક મહીનાથી એમના મોટા નેતાઓ દિલ્હીથી નેતાઓ આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એમના એક નેતાએ ગુજરાતને 30 હજાર કરોડનું પેકેજ આપ્યું તમને કોઈ ફાયદો થયો. હું તમને 30 હજાર કરોડ નહિ આપી શકું પણ દરેક પરિવારને મહિને 30 હજારની બચત કરાવીશ. અહી ખુબ જ બેરોજગારી છે અમે રોજગાર આપીશું. અમે 10 લાખ નવી સરકારી નોકરીઓ ઉભી કરીશું.
તેમણે જણાવ્યું હતું કે, હું વડોદરા ગયો તો યુવાનોએ મોદી મોદીના નારા લગાવ્યા હું એમને કહું છું કે તમારે જેના નારા લગાવવા હોય તેના લગાવો પણ તમને નોકરી તો હું જ આપીશ. એ યુવાનોએ મને કહ્યું કે અમને પૈસા મળ્યા હતા પણ વોટ તો તમને જ આપીશું. અમે દિલ્હીમાં ફ્રી તીર્થ યાત્રા કાઢી છે. તમને બધાને હું મફત અયોધ્યા દર્શન કરવા લઈ જઈશ. આ વખતે ડબલ એન્જિન નહિ પણ નવું એન્જીન જોઈએ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે,તમારા સંબંધી કે મિત્ર દિલ્હીમાં હોય તો તેમને પૂછો કેજરીવાલની સરકાર કેવી છે જો તે યોગ્ય ન કહે તો અમને વોટ ના આપતા. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ અમારાથી ગભરાઈને એક થઈને મને ગાળો આપે છે. કોંગ્રેસને વોટ આપીને તમારો મત ખરાબ મત કરજો. એમની 10 સીટો જ આવશે અને એ પણ ભાજપમાં જતા રહશે. 70 વર્ષમાં આ બંને પાર્ટીઓએ તમને કઈ જ આપ્યું નથી તો આ વખતે બદલાવ લાવો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે