રિવર્સ ટ્રેકટર ચલાવી ગુજરાતનો આ યુવાન નોંધાવશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતેથી આજે બારડોલીના સાગર ઠાકરે ટ્રેક્ટરને ટ્રોલી સાથે રિવર્સ ચલાવી ગિનિસ વર્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટેની શરૂઆત કરી છે

રિવર્સ ટ્રેકટર ચલાવી ગુજરાતનો આ યુવાન નોંધાવશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ

સમીર બલોચ\ અરવલ્લી: દુનિયાના લોકો અવનવા કારનામાં કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવતા હોય છે. ત્યારે ગુજરાતના આ યુવાનને આવો કઇંક અલગ શોખ છે. લોકો વ્હિકલ પર લાંબી ટૂર મારી અથવા તો દોરડાથી આગળની તરફ ખેંચી રેકોર્ડ નોંધાવતા હોય છે. ત્યારે આ યુવાનને તેનું ઉલટું જ કરવાનો શોખ હોય તેમ ટ્રેક્ટરને ટ્રોલી સાથે રિવર્સમાં ચલાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા તરફ આગળ વધવાની શરૂઆત કરી છે.

આ રેકોર્ડ સંપૂર્ણ GPS સિસ્ટમ ઉપર આધારિત છે
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતેથી આજે બારડોલીના સાગર ઠાકરે ટ્રેક્ટરને ટ્રોલી સાથે રિવર્સ ચલાવી ગિનિસ વર્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટેની શરૂઆત કરી છે. ખેડૂતો માનવીય સંસ્કૃતિના સ્થાપક છે ત્યારે આ રેકોર્ડ કરવાનો તેમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ તરફ ધ્યાન દોરવાનો છે. સાગર ઠાકરે મોડાસાથી આ રેકોર્ડની શરૂઆત કરી 22 ઓગસ્ટએ 301 કિલોમીટર રિવર્સ ટ્રેક્ટર ચલાવી બારડોલી ખાતે પોતાના નામે રેકોર્ડ પૂર્ણ કરશે. આ રેકોર્ડ સંપૂર્ણ GPS સિસ્ટમ ઉપર આધારિત છે.

301 કિલોમીટરની રિવર્સ ટ્રેક્ટર યાત્રા
સાગર ઠાકરે પોતાના ખર્ચે GPS સિસ્ટમ લાવી તેનું ગિનિસ વર્ડ રેકોર્ડમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ GPS સિસ્ટમ દ્વારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ સંપૂર્ણ 301 કિલોમીટરની રિવર્સ ટ્રેક્ટર યાત્રા ઉપર નજર રાખશે. આ રેકોર્ડ હાલમાં આયર્લેન્ડના પેટ્રિક સાલવીએ 29 માર્ચ 2017માં 21 કિલોમીટર રિવર્સ ટ્રેક્ટર ચલાવી પોતાના નામે કર્યો હતો. ત્યારે આ રેકોર્ડ તોડી સાગર ઠાકર રિવર્સ ટ્રેક્ટર અને તે પણ ટ્રોલી સાથે ચલાવી પોતાના નામે કરવા જઈ રહયા છે.

સાગર ઠાકરે અગાઉ પણ રિવર્સ કાર ચલાવી વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો
સાગર ઠાકરે અગાઉ પણ જોધપુરથી મુંબાઈ સુધી રિવર્સ કાર ચલાવી લાંબી મુસાફરી કાપવાનો વિશ્વ વિક્રમ પોતાના નામે કર્યો છે. ઉપરાંત બાઈક ઉપર પણ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2 રેકોર્ડ નોંધાવ્યા છે. ત્યારે આ રેકોર્ડ રિવર્સ ટ્રેકટર ચલાવી સ્થાપવા પાછળ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news