અમદાવાદ: 500ના દરની 33 બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ

દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવામાં આવે છે. અને તે માટે જ નોટબંધી જેવા કડક નિર્ણયો પણ લેવાયા હતા. તેમ છતાં ફરી એક વખત અમદાવાદ શહેરમાંથી 500ના દરની 33 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: 500ના દરની 33 બનાવટી ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવામાં આવે છે. અને તે માટે જ નોટબંધી જેવા કડક નિર્ણયો પણ લેવાયા હતા. તેમ છતાં ફરી એક વખત અમદાવાદ શહેરમાંથી 500ના દરની 33 બનાવટી ચલણી નોટો ઝડપાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે બનાવટી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીનું નામ વિક્રમસિંહ દહિયા છે. આરોપી મૂળ રાજસ્થાનનો વતની છે અને બાપુનગરના વૈશાલી ફ્લેટમાં વસવાટ કરે છે. જેની પાસેથી ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 500ના દરની 33 બનાવટી ચલણી નોટો કબજે કરી છે. જે નોટો આરોપીએ ચેન્નાઇ ખાતેથી વીસેક દિવસ પહેલા મેળવી હોવાની કબુલાત કરી છે. આરોપી વિક્રમ પાસેથી મળેલી બનાવટી ચલણી નોટો સારી ક્વોલિટીની એટલે કે, અસલ નોટના જેવી જ હતી. અને તેનો લાભ લઈ આરોપીએ કેટલીક બનાવટી નોટો બજારમાં વાપરી હોવાની પણ કબુલાત કરી છે.

રાજકોટમાં બન્યું 13 ફૂટ ઉંચાઈ અને 12 ફૂટ પોહળાઈ ધરાવતું ‘બાહુબલી કેડીયું’

આ બનાવટી નોટો તેના અન્ય કોઈ પરિચિત યુવક પાસેથી મેળવી હોવાની આ વાત સામે આવી છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટોની હેરાફેરી કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બાપુનગરમાંથી પકડાયેલી બનાવટી ચલણી નોટો ચેન્નાઈથી અમદાવાદ કેવી રીતે આવી? કોના માધ્યમથી આવી? નકલી નોટોની હેરાફેરીના કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત બનાવટી નોટો પાકિસ્તાનમાં છપાય છે કે કેમ ? તે અંગે પણ અન્ય આરોપીની ધરપકડ બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news