#AmazonFestiveYatra: ‘હવે બજેટને કારણે ભારતીયોની ઉજવણી ફીકી નહીં પડે’

ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર નો કોસ્ટ ઇએમઆઈથી માંડીને બજાજ ફિનસર્વ, એસબીઆઈના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 10%નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઑફર અને ધિરાણના બીજા ઘણાં વિકલ્પોની વ્યાપક શ્રેણી રજૂ કરવામાં આવશે.

#AmazonFestiveYatra: ‘હવે બજેટને કારણે ભારતીયોની ઉજવણી ફીકી નહીં પડે’

અમદાવાદ: Amazon.in એ તેના સૌથી મોટા તહેવારની ઉજવણી ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ’ની જાહેરાત કરી છે, જે 29 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિએ શરૂ થશે અને 4 ઑક્ટોબરે રાત્રે 11:59 વાગ્યે પૂર્ણ થઈ જશે. પ્રાઇમના સભ્યોને 28 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે જ વહેલો પ્રવેશ મળી જશે. ગ્રાહકોને લાખો વિક્રેતાઓ દ્વારા રજૂ કરવામાં આવતાં સ્માર્ટફોન, લેપટૉપ્સ, કેમેરા, મોટા એપ્લાયેન્સિસ અને ટીવી, ગૃહ અને રસોડાના ઉત્પાદનો, ગ્રોસરી અને બ્યુટી જેવા કન્ઝ્યુમેબલ્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને બીજી ઘણી ચીજોની વ્યાપક શ્રેણી પર અગાઉ ક્યારેય જોવા ન મળી હોય તેવી ડીલ પ્રાપ્ત થશે.

‘હવે બજેટને કારણે ભારતીયોની ઉજવણી ફીકી નહીં પડે’ થીમની સાથે આ વર્ષના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર નો કોસ્ટ ઇએમઆઈથી માંડીને બજાજ ફિનસર્વ, એસબીઆઈના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર 10%નું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઑફર અને ધિરાણના બીજા ઘણાં વિકલ્પોની વ્યાપક શ્રેણી રજૂ કરવામાં આવશે.

Amazon.in નો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ, વિશિષ્ટ પ્રકારના ‘હાઉસ ઑન વિલ્સ’ રૉડશૉ #AmazonFestiveYatra મારફતે ઉત્સવના માહોલને ફેલાવી રહ્યો છે અને ભારતની શ્રેષ્ઠત્તમ ચીજોને એક જ ઠેકાણે ઉપલબ્ધ કરાવે છે. #AmazonFestiveYatra એ શ્રેષ્ઠ ભારતીય પસંદગીઓની ઉજવણી છે, જે ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ માટે ઉપલબ્ધ મોટી બ્રાન્ડ્સની સાથે-સાથે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના, સ્ટાર્ટઅપ્સના તથા ભારતના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારોના ઉત્પાદનોને પણ એક મંચ પર રજૂ કરે છે. વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ હાઉસ ઑન વ્હિલ્સમાં Amazon.inના કારીગર અને સહેલી કાર્યક્રમોમાંથી પસંદ કરવામાં આવેલા ઉત્પાદનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તહેવારોની આ સમગ્ર સીઝન દરમિયાન 3 વિશેષ ટ્રકો મારફતે #AmazonFestiveYatra 13 શહેરોને આવરી લઈ 6,000 કિમીનું અંતર કાપશે.

અમદાવાદ ખાતેના રોકાણ દરમિયાન એમેઝોન ઇન્ડિયાના કેટેગરી મેનેજમેન્ટના - ડિરેક્ટર કવિશ ચાવલાએ જણાવ્યું હતું કે, ‘‘ભારતમાં ધી ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ એ એક એવી શૉપિંગ સીઝન છે, જેની ગ્રાહકો ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ડીલ્સ અને લૉન્ચિઝના રોમાંચક અને વ્યાપક વિકલ્પો, ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, એમેઝોન પૅ ઇએમઆઈ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ તેમજ બજાજ ફિનસર્વના કાર્ડ્સ પર નો-કોસ્ટ ઇએમઆઈ જેવા પ્રોગ્રામો, ઝડપી ડીલિવરી અને એપ્લાયેન્સિસનું ઇન્સ્ટોલેશન, મોબાઇલ ફોન અને મોટા એપ્લાયેન્સિસનું એક્સચેન્જ, આકર્ષક કૅશબૅક અને બીજી ઘણી બધી બાબતોને પગલે ગ્રાહકો અમારી આ સૌથી અદભૂત ઉજવણીની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.’’ આગામી 10 કરોડ ગ્રાહકોને ઓનલાઇન લઈ આવવા માટે એમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ અમારા માટે ખૂબ મહત્વનો છે, જેમાંના ઘણા ગ્રાહકો તો ટિયર 3 કે પછી ટિયર 4 ટાઉનના છે.

એમેઝોન ઇન્ડિયાના સેલેર એક્સપીરિયેન્સના ડીલર પ્રણવ ભાસિનએ જણાવ્યું હતું કે, ‘‘ બ્રાન્ડ્સ, એસએમબી, કારીગરો, વણકરો, ટૅક સ્ટાર્ટઅપ્સ વગેરેનો સમાવેશ કરનાર ગુજરાતના 60,000થી વધુ વૈવિધ્યપૂર્ણ વ્યવસાયો તથા સમગ્ર ભારતના 5,00,000થી વધુ વ્યવસાયોએ આ તહેવારોનો સીઝનની ઉજવણી કરવા માટે તેમની પસંદગીના માર્કેટપ્લેસ તરીકે Amazon.in ની પસંદગી કરી છે અને તેઓ ગ્રાહકોને વિવિધ કેટેગરીઓમાં ‘ભારતના શ્રેષ્ઠ’ ગણાતા લાખો ઉત્પાદનો પર અત્યંત આકર્ષક ડીલ્સ પૂરી પાડી રહ્યાં છે.’’

‘‘આ તહેવારીની સીઝનની પૂર્વતૈયારી રૂપે અમે ગુજરાત સરકાર સાથે એક એમઓયુ કર્યું હતું, જેથી કરીને કલાકારો સમગ્ર દેશમાં Amazon.in ના ગ્રાહકોને તેમના ઉત્પાદનો સીધા જ વેચી શકે. #AmazonFestiveYatra જેમ-જેમ ભારતમાં ફરશે તેમ-તેમ ગ્રાહકો ગુજરાતના એસએમબી, કલાકારો અને વણકરો દ્વારા પૂરાં પાડવામાં આવતાં વિશિષ્ટ વિકલ્પોને નિહાળી શકશે. પિથોરા અને રોગાન આર્ટ પેઇન્ટિંગ્સથી માંડીને માટીકામ અને અજરખ બ્લૉક પ્રિન્ટ સુધી #AmazonFestiveYatra તેના ગ્રાહકો માટે ભારતની કેટલીક ઉત્તમ પસંદગીઓને જીવંત બનાવી દે છે. ’’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news