કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શન ઉચ્ચા ભાવ વેચતા આરોપીની ધરપકડ

કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શન ઉચ્ચા ભાવથી વહેંચી કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટિમ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી રહી છે. ડો. આનંદ ચૌહાણે ફરિયાદ આપ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. પરેશ ઝાલાવડીયાની પોલીસે ધરપકડ કરી છે.
કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શન ઉચ્ચા ભાવ વેચતા આરોપીની ધરપકડ

રક્ષિત પંડ્યા/ રાજકોટ: કોરોના વાયરસની સારવારમાં વપરાતા ઇન્જેક્શન ઉચ્ચા ભાવથી વહેંચી કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટિમ અલગ અલગ વિસ્તારમાં તપાસ કરી રહી છે. ડો. આનંદ ચૌહાણે ફરિયાદ આપ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી. પરેશ ઝાલાવડીયાની પોલીસે ધરપકડ કરી છે.

2300 જેટલા ઇન્જેક્શન ખરીદ કર્યા હતા. બાકીના 168 ઇન્જેક્શન બિલ શંકાસ્પદ જણાય જે અંગે તપાસ શરૂ છે. ઝાયડસ કેડીલા કંપની ના સૌરાષ્ટ્ર ઝોનના એમ.આર ફળદુ નો જેલમાંથી કબજો મેળવી પૂછપરછ કરવામાં આવશે. અત્યાર સુધી 4 કેસ પકડી પાડવામાં આવેલ છે. હાઇકોર્ટ દ્વારા આ રિપોર્ટની માંગણી કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ દ્વારા 4 ગુનાના રિપોર્ટ સુપ્રત કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોના મહામારીના આ સમયમાં જાહેરનામાંના ભંગના 3409 કેસ નોંધાયા છે. 4201 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ચેપી રોગ ફેલાય એ રીતની ગતિવિધિ કરવા બદલ રાજકોટમાં 10914 કેસ કરવામાં આવ્યા છે. જેમાં 12045 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા છે. રાજકોટમાં 151669 લોકોને થૂંકવા બદલ દંડ કરાયો છે.

રાજકોટ પોલીસે રૂપિયા 6,50,58,300નો દંડ વસૂલ્યો કર્યો છે. કોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું આ દંડની રકમ ઘણી વધારે છે. આ રમક શેમાં ઉપયોગ લેશો? કોર્ટે સરકારને કહ્યું... આ રકમનો ઉપયોગ સારા હેતુ માટે કરે. સરકાર માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારાઓ સામે પણ કાયવાહી કરે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news