Kutch માં મોટી દુર્ઘટના બનતી અટકી, આર્મીના જવાનોની બોટ પેટ્રોલિંગ સમયે ઉંધી વળી ગઈ

Kutch માં મોટી દુર્ઘટના બનતી અટકી, આર્મીના જવાનોની બોટ પેટ્રોલિંગ સમયે ઉંધી વળી ગઈ
  • આર્મીના જવાનોની બોટ પેટ્રોલિંગ દરમિયાન ઉંધી વળી ગઈ
  • 6 જવાનોનો બીએસએફના જવાનો દ્વારા આબાદ બચાવ થયો
  • સીમા દળની ટુકડીને આઇજી દ્વારા રોકડ પુરસ્કાર જાહેર 

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છની સંવેદનશીલ સરહદે પેટ્રોલિંગ કરવું પડકારભર્યું બની રહેતું હોય છે. ત્યારે કોટેશ્વરની સામેની વિશાળ કોરી ક્રીકમાં પેટ્રોલિંગ કરી રહેલી આર્મીની એક બોટ ઉથલી જતા કટોકટી સર્જાઈ હતી. બોટમાં સવાર લશ્કરના 6 જવાનોને બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીએ ડૂબવાથી બચાવી લીધો હતો.

આર્મીના જવાનો કોરી ક્રીકમાં સ્પીડ બોટ મારફતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન દરિયો રફ થતાં અને પાણીમાં અચાનક વધારો થતાં સ્પીડ બોટ વજનમાં હલકી હોતા ઉંધી વળી ગઈ હતી અને તેમાં સવાર આર્મીના 6 જવાનો પાણીમાં પડ્યા હતાં. આ દરમિયાન આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા બીએસએફના પેટ્રોલિંગ કરતા જવાનોએ આ દ્રશ્ય જોતા તેમને સ્પીડ બોટથી જઈને બચાવ્યા હતા. અને બોટથી કિનારે લાવી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતાં.

બીએસએફના જવાનો સમયસર બચાવ માટે પહોંચી જતાં મોટી દુર્ધટના બનતા અટકાવી હતી. આ સમગ્ર ઘટનામાં આર્મીના એક જવાનના પેટમાં પાણી જતાં તેને સારવાર આપવામાં આવી હતી. બીએસએફના જવાનો સમયસર બચાવ માટે પહોંચી જતાં મોટી દુર્ધટના બનતા અટકી હતી. બીએસએફ તરફથી જાહેર થયેલી સત્તાવાર યાદીમાં આ સમગ્ર ઘટના અંગે વિગત અપાઈ હતી. આ બચાવ કાર્યવાહી કરનારા પેટ્રોલિંગ પાર્ટીના કમાન્ડર ઇન્સ્પેક્ટર સંદીપને રૂપિયા 2000 અને ટીમના દરેક સભ્યોને 1000-1000 રોકડ પુરસ્કાર સીમા દળના ગુજરાતના વડા ઈન્સ્પેક્ટર જનરલ જી.એસ.મલિકે જાહેર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news