મંત્રી બનશે મોઢવાડિયા? દિલ્લી દરબારની તસવીરો ચર્ચામાં, ગુજરાતમાં કંઈક નવાજૂની થશે
Gujarat politics : કોંગ્રેસ છોડી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલાં અને પોરબંદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં અર્જુન મોઢવાડિયા પહોંચ્યા દિલ્લીના દરબારમાં. ભાજપના મોવડી મંડળ સાથે મોઢવાડિયાની બેઠક. હવે ગુજરાતમાં કંઈક નવાજૂની થશે?
Trending Photos
Gujarat Politics: વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ભાજપને ભાંડનારા અર્જુન મોઢવાડિયા હવે ભાજપમાં છે. કોંગ્રેસના તેમના કેટલાંક જૂના સાથીઓએ ભાજપમાં આવીને મંત્રી પદનો સ્વાદ ચાખ્યો હતો. ત્યારે હવે મોઢવાડિયા પણ ગુજરાત સરકારમાં મંત્રી બનશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ ચર્ચા હાલ એટલાં માટે શરૂ થઈ છે કારણકે, પોરબંદરથી ભાજપના ધારાસભ્ય અર્જન મોઢવાડિયાની ભાજપના દિગ્ગજ નેતા સાથેની તસવીરો હાલ સામે આવી છે.
સોશિયલ મીડિયા પર ભાજપ હાઈકમાન્ડ સાથેની મોઢવાડિયાની તસવીરો હાલ વાયુવેગે વાયરલ થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં આ તસવીરોએ ફરી એવી ચર્ચા જગાવી છેકે, ટૂંક સમયમાં ગુજરાતના મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. એટલું જ નહીં આ વખતે અર્જુન મોઢવાડિયાને પણ ગુજરાતના મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. અહીં વાત થઈ રહી છે અર્જુન મોઢવાડિયાની દિલ્લી ખાતેની ભાજપ હાઈ કમાન્ડ સાથીની મુલાકાતની. અહીં વાત થઈ રહી છે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સાથેની દિલ્લી ખાતેની અર્જુન મોઢવાડિયાની માલાકાતની.
ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. તેથી હવે ફરી એકવાર ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છેકે, અર્જુન મોઢવાડિયા ગુજરાત સરકારમાં મંત્રી પદના પ્રબળ દાવેદાર છે. એવી પણ ચર્ચા છેકે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં અર્જુન મોઢવાડિયાને ગુજરાતની ભાજપ સરકારમાં મોભાદાર કેબિનેટ મંત્રીનું પદ મળી શકે છે.
એવી પણ ચર્ચા છેકે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે. ત્યારે આ મંત્રીમંડળમાં કોના પત્તા કપાશે અને મોકો આપાશે તેના પર સૌ કોઈની નજર છે. ચર્ચા એવા પણ છેકે, હાલના મંત્રી મંડળમાંથી પણ અમુકને પડતા મુકવામાં આવી શકે છે. જ્યારે બીજા નવા ચહેરોઓને મંત્રી મંડળમાં સ્થાન અપાઈ શકે છે. ખાસ ચર્ચા એ વાતની પણ છેકે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં પક્ષપલટુ નેતાઓને અપાયેલી કમિટમેન્ટના ભાગરૂપે ભાજપ દ્વારા ગુજરાત સરકારના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે.
આ તમામ અટકળોની વચ્ચે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્લીના દરબારમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ભાજપ હાઈકમાન્ડ એટલેકે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મોઢવાડિયાએ બેઠક કરી હતી. ધારાસભ્ય બન્યા બાદ મોઢવાડિયા પહેલીવાર ભાજપ હાઈકમાન્ડ સમક્ષ દિલ્લીના દરબારમાં પહોંચ્યા હતાં. જેને કારણે ફરી એકવાર ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચાઓ અને અર્જુન મોઢવાડિયાને કેબિનેટ મંત્રી બનાવવાની વાતે જોર પકડ્યું છે. હાલ તો આ બધી અટકળો, સંભાવના અને શક્યતા છે...પરંતુ અમિત શાહ અને સી.આર.પાટીલ સાથેની મોઢવાડિયાની મુલાકાત ખુબ સુચન માનવામાં આવે છે. તેથી જ આ મુલાકાત બાદ ગુજરાતના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક વહેતાં થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે